વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડયો હતો.
આ દરોડામાં જાણવા મળ્યા મુજબ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયેશ ઉર્ફે જયરાજ જગાભાઈ દેત્રોજા, લાલજીભાઈ વાલજીભાઈ દેત્રોજા અને સોમાભાઈ મનજીભાઈ સારલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,250 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.