અલગ અલગ વિસ્તારમાં પોલીસ કાર્યવાહી
(1) જીનપરામાં આરોપી જયરાજભાઇ રુખડભાઇ ધાધલ જીનપરા જકાતનાકા પાસે રોડ ઉપર પોતાના કબ્જામાં આશરે ત્રણ ફુટનો એક લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો. (2) ઢુવા ચોકડી વાંકાનેરમાં આરોપી વિરલભાઇ ભરતભાઇ અઘેરા ઢુવા ચોકડી ભવાની હોટલ પાસે પોતાના કબ્જામાં બે કાતરી વાળો આશરે ત્રણ ફૂટ લંબાઇનો લાકડનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો.
અને (3) માટેલ રોડ વાંકાનેરમાં આરોપી હિતેશભાઇ સાદુરભાઇ સરાવાડીયા માટેલ રોડ ક્રેસ્ટોના સિરામીક પાસે આશરે અઢી ફુટની લંબાઇનો એક લાકડાનો ધોકો હથિયાર તરીકે રાખી મળી આવ્યો હતો.
(1) પંચાસર રોડ વાંકાનેરમાં આરોપી કીશોરભાઇ દલાભાઇ મોરડીયા પંચાસર રોડ ઉમીયા કારખાનાની સામે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
(2) સરતાનપર રોડ વાંકાનેરમાં આરોપી તેજલબેન દીનેશભાઇ વાઘેલા સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે આવેલ ખુલ્લા પટમાં રૂપિયા ૨૦૦ની કિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી.