કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસર કેંપમાં 323 દર્દીએ લાભ લીધો

“સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” હાથ ધરાયું

વાંકાનેર: મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશકિતકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન “સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

આ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લાના લુણસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર તારીખ ૨૮/૯/૨૦૨૫ ના મેડીકલ કેમ્પનું આયોજન તથા બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં માનન્ય રાજ્યસભાના સાંસદશ્રી કેસરીસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેનના પ્રતિનિધીશ્રી વાઘજીભાઇ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા પ્રમુખ ભાજપ, કીરીટભાઇ વસિયાણી તાલુકા પંચાયત સદસ્ય અને ગામના રાજકીય આગેવાનો તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મોરબી શ્રી પી. કે. શ્રીવાસ્તવ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર સાહેબશ્રી ડોક્ટર આરીફ સાહેબ તથા CHC લુણસરના અધિક્ષકશ્રી ડોક્ટર મીલન વડાવિયા સાહેબ તથા PHC પાડધરા ના મેડિકલ ઓફિસર શ્રી કે. એ. માથકિયા અને CHC PHC નો તમામ સ્ટાફ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ.આ કેમ્પમાં GMERS મેડીકલ કોલેજ મોરબીના નિષ્ણાત મેડીકલ ટીમમાં સ્ત્રીરોગ, ઓર્થોપેડીક, બાળરોગ, દાંતના રોગ ફિઝિશિયન ડોક્ટર, ચામડીના રોગ અને કાન, નાક, ગળાના રોગના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવેલ. આ કેમ્પમાં વિવિધ રોગ ના કુલ ૩૨૩ દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે અને બ્લડ ડોનેટ કેમ્પમાં ૨૫ બોટલ બ્લડ દાતાઓ દ્વારા દાન કરવામાં આવેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!