ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ હેઠળના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લાના ભુજ તાલુકામાં આવેલ હાજીપીરની દરગાહના વિકાસ માટે 20 કરોડ તેમજ મહેસાણા જીલ્લાના ઉનાવા ખાતે આવેલ મીરા દાતારની દરગાહ માટે 15 કરોડ ની ફાળવાણી કરી બંને દરગાહ વિકાસ માટે સરકારની પહેલને ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ પરિવાર આવકારી હતી.




ઈતિહાદુલ્લ-મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા આ સંદર્ભે વારંવાર જાગૃતતા દર્શાવતી લોકપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રનો દરગાહના વિકાસ માટે સતત ધ્યાન દોરેલ છે. સંસ્થાની રજુઆતોને ધ્યાને લઇ સરકાર દ્વારા હાજીપીરની દરગાહના વિકાસ માટે થયેલ પહેલને આવકારી પત્ર પાઠવી આભાર વ્યક્ત કરાયો છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
