લોકસભાની ચૂંટણી હવે નજીકમા છે એ પહેલાં કોગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદસાહિબથી સાંસદ મનિષ તિવારી પણ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છે.
એસોસિયેશન ઓફ ડેમોક્રેટીક રિસર્ચ ( ADR)ના એક રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે, વર્ષ 2014થી વર્ષ 2021 સુધીમાં કોંગ્રેસના 35 ટકા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. લગભગ 400થી વધારે નેતાઓ કોંગ્રેસ છોડી દીધી છે.
કોંગ્રેસના મોટા મોટા નેતાઓએ જેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેમાં અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુસ્મિતા દેવ, અશ્વીન કુમાર, સુનીલ જાખડ, મિલિન્દ દેવરા અને અશોક ચૌહાણ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો