છરી સાથે બે શખ્સો મળી આવતા
વાંકાનેર: મિલપ્લોટ વિસ્તારમાં રામાપીરની મંદિર વાળી શેરીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ધાબા પરથી 37 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી છે અને રાજાવડલાના તથા તીથવાના શખ્સો પાસેથી છરી મળી આવતા ગુનો નોંધાયો છે…

વાંકાનેર: સીટી પોલીસ ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે શહેરના મિલપ્લોટ વિસ્તારમાં રામાપીરની મંદિર વાળી શેરીમાં આરોપી મોહીન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી મકાનના ધાબા પરથી 37 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ. ૪૮,૧૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં આરોપી મોન્ટીને ફરાર દર્શાવી તેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરેલ છે…
છરી સાથે બે શખ્સો મળી આવતા
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના જાપા પાસે પ્રકાશ જેરાલભાઈ સોલંકી (ઉ.25) ના પેન્ટના નેફામાથી એક છરી લંબાઈ 12 ઇંચ અને રાજકોટ રોડ પોસ્ટ ઓફિસ સ્ટાફના ક્વાર્ટર સામેથી તીથવાના ઇરફાન મકબુલભાઈ શાહમદાર પાસે છરી લંબાઈ 10 ઇંચ લાંબી છરી મળી આવતા પોલીસ ખાતાએ આરોપીઓ સામે ગુન્હો જી.પી,એક્ટ કલમ-૧૩૫ અને અધિક જિલ્લા મેજી,સા, મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવનો ગુનો નોંધાયો છે…
