વાંકાનેર: તાજેતરમાં જ તાલુકામાં કુલ 11 ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિસર્જિત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદ માટે ચૂંટણી પૂર્ણ થયા બાદ બુધવારે આ તમામ ગામોમાં ઉપસરપંચની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 પૈકી પંચાસીયા, કાશીપર અને પલાસડી ગામોમાં ઉપસરપંચો માટે ચૂંટણી યોજાઇ હતી, જ્યારે અન્ય આઠ ગામોમાં ઉપસરપંચોની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પંચાસીયામાં વિપક્ષના ઉપસરપંચ ચૂંટાયા છે. વિજેતાઓની નામાવલિ નીચે મુજબ છે….

૧). પંચાસીયા : ઇરફાનભાઈ હુસેનભાઇ ચૌધરી *
૨). પલાસડી : સરસ્વતીબેન મનુભાઈ પારેજીયા *
૩). કાશીપર-ચાંચડીયા : ભારતીબેન સંજયભાઈ ધોરીયા *
૪). સિંધાવદર : સુફીયાબેન એમ. પરાસરા
૫). પીપળીયા રાજ : રસુલભાઈ વલીભાઈ ભોરણીયા

૬). ભાટીયા : રેશ્માબેન નિઝામુદ્દીનભાઈ (સદામભાઈ) શેરસીયા
૭). ચંદ્રપુર : ફીરોજાબેન ઈરફાનભાઈ ખોરજીયા
૮). ભાયાતી જાંબુડીયા : મહાવિરસિંહ ઘનશ્યામસિંહ ઝાલા
૯). ગારીયા : રૂપાબા લક્કીરાજસિંહ વાળા
૧૦). ધરમનગર : મંજુબેન કાનાભાઇ સોડમીયા
૧૧). ભેરડા : સંગીતાબેન લાલજીભાઈ વાઘેલા
