કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ
વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ પણ ટ્યૂશન વગર સમગ્ર મોરબી જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઇ માત -પિતાનું નામ રોશન કરેલ છે.
તેમણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત એપ્રિલમાં પાંચમા ધોરણમાં વિદ્યાર્થી માટે કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ પરીક્ષામાં પણ 120 માંથી 107 ગુણ મેળવી વાંકાનેર તાલુકામાં ત્રીજો નંબર મેળવી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિની પરીક્ષા પાસ કરી હતી.
ઋત્વિકને તેમની શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને માતા-પિતાનું માર્ગ દર્શન મળેલ હતું. શાળાના આચાર્યશ્રી જીવણભાઈ સાબરીયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ શ્રી દિનેશભાઇ ધોરીયાએ જવાહર નવોદય વિદ્યાલય અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિની અતિ કઠીન પ્રવેશ પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. કમલ સુવાસ પરિવાર પણ અભિનંદન પાઠવે છે.