કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાત્રીના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

વાંકાનેરમાં પણ અનુભૂતિ થઇ હતી

વાંકાનેર: પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે… 

રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર આજે રાત્રીના 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેનું કેન્દ્રબિંદુ પાટણથી 17 કિમિ સાઉથ – સાઉથ- વેસ્ટ તરફ નોંધાયું છે. થોડે ઘણે અંશે વાંકાનેરમાં પણ અનુભૂતિ થઇ હતી બનાસકાંઠાથી લઈ અમદાવાદ અને વાંકાનેર સુધી આ ભૂકંપ અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!