સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી
આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે તમને જેલના સળિયા પાછળ પણ મોકલી શકે છે. વાસ્તવમાં કેટલીક એવી વસ્તુઓ છે જે વોટ્સએપ પર પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં જે ફોરવર્ડ કરનારા લોકો તેમના વિશે નથી જાણતા, તેઓએ તેમના વિશે જાણવાની જરૂર છે. જો તમે દરરોજ આ ભૂલોનું પુનરાવર્તન કરો છો, તો તમારે જાણવું જરૂરી છે કે તમારે ગમે ત્યારે જેલ જવું પડી શકે છે. આજે અમે તમને આ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ; જે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો
જો તમે સમાજમાં ભેદભાવ ફેલાવતા આ પ્લેટફોર્મ પર કોઇ વીડિયો, ફોટો અને મેસેજ વાયરલ કરો છો અથવા મોકલો છો તો તમે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. જો તમને વોટ્સએપ પર આવો કોઇ વીડિયો આવે છે તો તેને આગળ ફોરવર્ડ કરવાને બદલે તરત જ ડિલીટ કરી દો. સમાજમાં ભેદભાવ ફેલાવતા મેસેજ, વીડિયો અને ફોટો શેર કરવા બદલ તમને જેલની સજા થઈ શકે છે.
ફેક ન્યૂઝ શેર કરવા
વોટ્સએપમાં પણ ફેક ન્યૂઝ પર કડક નીતિ છે. આ ઉપરાંત ફેક ન્યૂઝને લઈને પણ સરકાર એક્શન મોડમાં છે. જો ફેક ન્યૂઝ સમાજ અને દેશમાં હિંસા કે ભેદભાવ જેવી વાતો ફેલાવે છે તો તે કાયદા હેઠળ ગુનો ગણાશે. આ મામલે જો તમે વોટ્સઅપ પર ફેક ન્યૂઝ ફેલાવશો એટલે કે તેને સર્ક્યુલેટ કરશો તો તમારે જેલમાં જવું પડી શકે છે. માટે દરેક સમાચારોને તરત જ વોટ્સએપ પર શેર ન કરવા જરૂરી છે. પહેલાં તે સાચું છે કે ખોટું તેની ચકાસણી કરો.
બાળ પોર્નોગ્રાફી
જો તમે ભૂલથી પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા ફોટો કે વીડિયો વોટ્સએપ પર શેર કરો છો તો તમારે જેલમાં જવું પડી શકે છે. આ કાયદાના ઉલ્લંઘનને કારણે દિલ્હી પોલીસે પણ છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકોની ધરપકડ કરી છે. માટે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી સામગ્રીને ભૂલથી પણ વોટ્સએપ પર શેર ન કરો.