કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

રાજકોટ: લાંબા સમયના બ્રેક બાદ ફરી એકવાર રાજકોટ એસ.ટી. વિભાગને 14 નવી બસોની ફાળવણી સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવી છે અને રાજકોટ વિભાગીય નિયામકે આ તમામ બસોને જુદા જુદા ડેપો માટે ફાળવી દેવાઈ છે.

આ અંગેની મળતી માહિતી મુજબ તાજેતરમાં સેન્ટ્રલ ઓફીસે જે 14 બસો રાજકોટ વિભાગને ફાળવી છે. તેમાં વાંકાનેર ડેપોને 4, ગોંડલને 2, લીંબડીને 2, જસદણને 1, રાજકોટ ડેપોને 4, તથા સુરેન્દ્રનગર ડેપોને એક નવી બસની ફાળવણી કરવામાં આવેલ છે.

એસ.ટી. વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ નવી બસો રાજકોટથી અમદાવાદ, ભાવનગર અને સુરત રૂટ ઉપર દોડશે. તથા ગોંડલથી અંબાજી અને ભૂજ તેમજ જસદણથી સુરત-જાલોદ અને સુરેન્દ્રનગરથી અમદાવાદ, માંડવી અને પાવાગઢ રૂટ ઉપર ઉપરાંત વાંકાનેરથી ડુમાકા, ગાંગરડી, ગોંડલથી જાલોદ અને લીંબડીથી નારાયણ સરોવર રૂટ ઉપર દોડાવાશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!