વાંકાનેરમાં કોરોનાનો ટેસ્ટ કોણ કરાવે છે?
મોરબી જિલ્લામાં કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે. જેથી હવે એક્ટિવ કેસનો આંક 7 એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે…



હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાના દરરોજ મોટી સંખ્યામાં કેસો આવી રહ્યા છે. સામે મોરબી જિલ્લામાં હજુ કોરોનાના સિંગલ ડિજિટમાં જ કેસ આવી રહ્યા હોવાથી રાહત છે…



મોરબી જિલ્લામાં અગાઉ 5 કેસ નોંધાયેલ હતા. તેવામાં નવા બે-બે કેસ નોંધાયા છે. આ ચારેય કેસ સિટી વિસ્તારના છે. સામે બે દર્દી રિકવર થઈ ગયા છે એટલે હવે એક્ટીવ કેસનો આંક 7 એ પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે. વાંકાનેરમાં કોરોનાનો ટેસ્ટ કોઈ કરાવતું જ નથી, એવું તજજ્ઞોનું તારણ છે, જો કોરોનાના લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ, જ્યાં સુધી ટેસ્ટ નહીં કરાવાય ત્યાં સુધી કોરોના હોવા છતાં જાણ નહીં થાય…
