કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર ધારાસભા બેઠકમાં 4825 સુધારા-વધારાની અરજીઓ

ટંકારા ધારાસભા બેઠકમાં 5372 અરજી

વાંકાનેર: ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થઇ છે, મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન કુલ 5653 નાગરિકોએ મતદાર યાદીમાં નામ ઉમેરવા તેમજ 8225 નાગરિકોએ મતદાર યાદીમાં સુધારા વધારા માટે અરજીઓ કરી હતી કુલ મળી 17,431 અરજીઓ ઝુંબેશ દરમિયાન ચૂંટણી તંત્રને મળી હોવાના આંકડા સામે આવ્યા છે.

ભારતના ચૂંટણી પંચના આદેશ અન્વયે 01-01-2025ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરતા મતદારો માટે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લામાં સમાવિષ્ઠ મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક માટે કુલ 17,431 અરજીઓ મળી હતી આ અરજીઓમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે 5653 અરજીઓ જેમાંથી 2326 અરજી 18-19 વર્ષના યુવાનોએ કરી હતી, નામ કમી કરવા માટે 3553 અરજીઓ તેમજ નામ, અટક વગેરેમાં સુધારા વધારા માટે કુલ 8225 અરજીઓ મળી હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

વિધાનસભા વિસ્તાર નામ ઉમેરવા 18-19 વર્ષના યુવાનો નામ કમી કરવા સુધારા – વધારા ટોટલ
67 વાંકાનેર
નામ ઉમેરવાની અરજી :1726
18થી 19 વર્ષના યુવાનો : 745
નામ કમી અરજી : 787
સુધારા વધારા અરજી :2312
કુલ : 4825
66 ટંકારા
નામ ઉમેરવાની અરજી : 1694
18થી 19 વર્ષના યુવાનો : 743
નામ કમી અરજી :1034
સુધારા વધારા અરજી : 2644
કુલ : 5372

Content Copying Forbidden !!

error: Content is protected !!