વાંકાનેર જૂથ વૃદ્ધિ પાણી પુરવઠા યોજનાનું ટેન્ડર બહાર પડયું
મોરબી: વાંકાનેર જૂથ વૃદ્ધિ પાણી પુરવઠા યોજના માટે ગુજરાત સરકારે 49 કરોડનું પાણીના પુરવઠા માટે વ્યાપક કામગીરી અને નિવારક જાળવણી સહિતના હેતુ માટે ટેન્ડર બહાર પાડયું છે.
જાણવા મળ્યા મુજબ ડી/પીવીસી પાઇપ લાઇન પૂરી પાડવા, સપ્લાય કરવા, ડી/પીવીસી પાઇપ લાઇન નાખવા, પરીક્ષણ અને આરસીસી એએસઆર, યુ/જી સમ્પ, પમ્પ હાઉસ અને પમ્પિંગ માટે વર્કિંગ સર્વે, ડિઝાઇન, બિલ્ડ અને ઓપરેટ કરવાના કોન્ટ્રાક્ટ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આમંત્રિત ટેન્ડરની સૂચના 120 મહિના સુધી પાણીના પુરવઠા માટે વ્યાપક કામગીરી અને નિવારક જાળવણી સહિત વાંકાનેર જૂથ વૃદ્ધિ પાણી પુરવઠા યોજના માટે મશીનરી અને ગ્રામ્ય સ્તરના સંગ્રહ સમ્પ અને તેની આનુષંગિક કામગીરી માટેનું ટેન્ડર બહાર પડેલ છે.
આ ટેન્ડરની છેલ્લી તારીખ 20/11/2023 છે, એસ્ટીમેન્ટ 49,10,65,846 રૂપિયા છે, ડિપોઝીટ 4911000 રૂપિયા છે અને ટેન્ડર દસ્તાવેજ ફી 24000 રૂપિયા છે. આ ટેન્ડરના નંબર 29835264 છે.