ભંગારના ડેલાવાળો પણ પકડાયો
દીવસના મોટર સાયકલ પર રેકી કરતા
ચંદ્રપુર, વિનયગઢ, સતાપર, હીરાણા (થાન)ના પકડાયા: શેખરડી, વિનયગઢ, સતાપર, શેખરડી, સરોડી (ચોટીલા)ના આરોપીને પકડવાના બાકી
વાંકાનેર: તાલુકાના ગામોમાં રાત્રિના સમયે નવી વીજ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન થાંભલા પર લગાવેલ એલ્યુમિનિયમ ઇલેકિટ્રક વાયર કાપીને ચોરી બાબતે વિજ લાઇન નાખવાની કામગીરી કરતી કંપની દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં 5 પકડાયા છે અને 5 ને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે…
મળેલ માહિતી મુજબ, આ ગુનાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, છેલ્લા એક-બે મહિનાથી વાંકાનેર તાલુકાના ગામડાઓ પૈકી પાડધરા, ઓળ, માટેલ, સમથેરવા વિસ્તારમાં, હળવદના માથક ગામની સીમ, સાયલાના મોરલ ગામની સીમ તથા મુળીના દુધઇ ગામની સીમમાં ચોરી કરનાર ઇસમો દ્વારા દીવસના બે મોટર સાયકલ પર 
રેકી કરી વીન્ડ/સોલારના થાંભલાઓ ઉપર નવા એલ્યુમિનિયમ ઇલેકટ્રીક તાર નાખવાનું કામ ચાલુ હોય અને જ્યાં રાત્રી દરમિયાન સીક્યુરીટી ન હોય તેવા સ્થળોને ટારગેટ કરી મોડી રાત્રીના સમયે બોલેરો પીકઅપ તથા વાયર કાપવાના સાધનો સાથે જઇ થાંભલા પરના એલ્યુમિનિયમના ઇલેકટ્રીક તાર કાપી તે મુદ્દામાલની ચોરી કરનાર ગેંગ વાંકાનેર તથા 
થાન વિસ્તારના ભંગારના ડેલાવાળાને વેંચી ભઠ્ઠીમાં ગળાવી તેના ઢાળીયા કરાવી વેંચી નાખતા હોય, જે ગુનામાં પોલીસે ચોરી કરનાર ગેંગના આરોપી વાંકાનેર તાલુકાના (૧) કુકાભાઇ ઉર્ફે કુકો મનજીભાઇ ડાભી (વિનયગઢ), (૨) શૈલેષભાઇ રમેશભાઇ ગણાદીયા (સતાપર) (૩) કરણભાઇ ઉર્ફે સંજય રાજાભાઈ ગણાદીયા (સતાપર) અને (૪) ભુરાભાઈ માલાભાઇ સરેયા (હીરાણા, તા.થાનગઢ) તેમજ ચોરીનો મદામાલ રાખનાર ભંગારના ડેલાવાળા આરોપીઓ ૫). હુશેનભાઇ વલીમામદભાઇ કાસમાણી (ચંદ્રપુર)ને ઝડપી લીધા હતા.જયારે 
અન્ય આરોપી (૧) વિપુલભાઇ રવજીભાઇ મકવાણા (વિનયગઢ) (૨). કિશનભાઇ વેલજીભાઇ ધોરીયા (શેખરડી) (૩) સામજીભાઇ બચુભાઇ કુમખાણીયા (સરોડી તા.ચોટીલા) (૪) જગાભાઇ હેમુભાઇ મકવાણા (વિનયગઢ) અને (૫) કિશન પ્રેમજી ગોરીયા (સતાપર)ની પણ આ ગુનામાં સંડોવણી ખુલતા તમામને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે….

