વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા ગેરકાયદેસર જુગાર રમતા પકડાયા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીનપતીનો હારજીતનો જુગાર રોકડા રૂ.૨૯૫૦/-સાથે પકડાયા છે પોલીસ ખાતાએ ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધેલ છે 

કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે. ના આર્મ પો.હેડ.કોન્સ. બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ વિશ્વરાજસિંહ પ્રવીણસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓના નામ નીચે મુજબ છે….

(1) રામજીભાઈ શામજીભાઈ દેકાવાડીયા (ઉ.28) રહે. નવાપરા હનુમાન મંદીર પાસે પંચાસર રોડ, (2) પ્રદીપભાઈ મનસુખભાઇ ઇન્દરીયા (ઉ.25) રહે. માથક તા. હળવદ (3) રૂત્વીકભાઈ સુરેશભાઈ બાવળીયા (ઉ.22) રહે. નવાપરા (4) રાહુલભાઇ હમીરભાઇ ગાંભા (ઉ.22) રહે. નવાપરા રામજી મંદીર વાળી શેરી અને (5) પ્રદીપભાઈ રઘુભાઈ સરાવાડીયા (ઉ.20) રહે. રેલ્વે સ્ટેશન ગાડાઉન પાછળ વીશીપરા, વાંકાનેર….