રોકડા રૂ. ૧૨,૨૪૦/- મુદામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલા ગામમાં ચોક પાસે ખુલ્લા પટ્ટમાં પાંચ જણા જુગાર રમતા હોઈ પોલીસ ખાતાએ પકડેલ છે….
જાણવા મળ્યા મુજબ નવા રાજાવડલા ગામમાં ચોક પાસે ખુલ્લા પટ્ટમાં જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત 
તીનપતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૨, ૨૪૦/-સાથે મળી આવતા ગુન્હો નોંધાયો છે. આરોપીઓના નામ નીચે મુજબ છે
(1) ગોરધનભાઈ છગનભાઇ દેત્રોજા (ઉ.58) (2) દિનેશભાઈ કાળુભાઇ દેત્રોજા (ઉ.29) (3) કિશોરભાઇ નરશીભાઈ ડેડાણીયા (ઉ.38) 
(4) મોનાભાઈ રાઘવભાઇ ગમારા (ઉ.36) અને (5) વિમલભાઇ કાંતીભાઈ ડેડાણીયા (ઉ.22)
ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છ. કાર્યવાહી વાંકાનેર સીટીના પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી….