વાંકાનેર: સીટી સ્ટેશન રોડ જલારામ સ્ટીલની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગેરકાયદેસર જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા દરોડો પાડી સીટી પોલીસે પાંચ મુસ્લિમ શખ્સોને પકડી પાડયા છે….
જાણવા મળ્યા મુજબ આરોપીઓ ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૧૦,૩૫૦/- સાથે આરોપીઓ મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ પોલીસ ખાતાએ નોંધી આગળની કાયદેસર કાર્યવાહી કરી છે…
પકડાયેલા આરોપીના નામ આ મુજબ છે: (1) હુશેનભાઇ રાયબભાઇ કટીયા રહે. વાંકાનેર સીટી સ્ટેશન રોડ જલારામ ડેલા પાસે, (2) ફીરોજભાઈ મુસાભાઇ માજોઠી રહે. સીટી સ્ટેશન રોડ જલારામ ડેલા પાસે (3) જુસબભાઇ સુમારભાઇ શેખ રહે. મીલપ્લોટ મચ્છીપીઠ
(4) રજાકભાઇ સલેમાનભાઇ શેખ રહે. ભાટીયા સોસાયટી અને (5) રફીકભાઈ ગુલામહુશેન રફાઇ રહે. સીટી સ્ટેશન રોડ જલારામ ડેલા પાસે
આ દરોડામાં એ.એસ.આઇ વાંકાનેર સીટી વાલજીભાઇ રામજીભાઈ પરમાર, પો.કોન્સ બળવંતભાઇ પ્રભુભાઇ દેગામા, જગદીશભાઇ ચીકાભાઈ ગાબુ, હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા, અજય ભાઇ સગરામભાઇ અલગોતર તથા રમેશભાઇ સોમાભાઇ ઝેઝરીયા જોડાયા હતા…