ઓપરેટરને ઓરડીમાં પુરી અજાણ્યા માણસો કળા કરી ગયા
વાંકાનેર: તાલુકાના પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના લીંબાળા હેડવર્ક ખાતેના પંપીંગ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી અજાણ્યા આરોપીઓએ રાત્રીના સમયે ચાલુ ટ્રાન્સફોર્મર -૪૦૦ કે.વી.એ. માંથી આશરે ૫૦૦ કીલો કોપર વાયર તથા સ્પેર ટ્રાન્સફોર્મર -૨૫૦ કે.વી.એ..માંથી આશરે ૩૦૦ કીલો કોપર વાયર મળી કુલ – ૮૦૦ કીલો કોપર વાયર જેની એક કીલોની કી.રૂ. ૬૦૦/- મળી કુલ ૮૦૦ કીલો કોપર વાયરની અંદાજીત કીંમત રૂપીયા ૪,૮૦,૦૦૦/- ની ચોરી થયાનો બનાવ બનેલ છે.
ચોરીના આ બનાવ અંગે અમદાવાદ રહીશ મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયા, જાતે પટેલ (ઉ.વ. ૫૪) સંચાલન, મરામત, નિભાવણી, સીક્યુરીટી અને સંચાલનના કોન્ટ્રાક્ટરે ફરિયાદ લખાવેલ છે કે પોતે કોઇ મોટો ફોલ્ટ હોય તો જ અમદાવાદથી વાંકાનેર આવે છે. એમણે ઓપરેટર તરીકે અમિતકુમાર નટવરલાલ ગોઢાણી રહેવાસી જામકંડોરણા વાળાને પગારેથી રાખેલ છે. અને તેઓ આ સ્ટેશન ઉપર જ રહે છે.
પોતે અમદાવાદ ઘરે હતા ત્યારે સવારના ફોનથી જાણ થયેલ કે લીંબાળા વાળા પંપીંગ સ્ટેશનમાં ચોરી થયેલ છે. આથી વાંકાનેર આવી લીંબાળા હેડવર્ક્સ ખાતેની પંપીંગ સ્ટેશનમાં ગયેલ અને જોયું તો ચાલુ ટ્રાન્સફોર્મર -૪૦૦ કે. વી.એ. તથા સ્પેર ટ્રાન્સફોર્મર -૨૫૦ કે.વી.એ. વાળા માંથી કોપર વાયરની ચોરી થયેલ જોવામાં આવેલ.
બનેલ બનાવ મુજબ ઓપરેટર અમિતભાઈ મોટરની દેખરેખ રાખવા જાગતા હતા, આ વખતે રાતના ઓરડીનો દરવાજો કોઈએ બંધ કરીને બહારથી હેન્ડલ મારી દીધેલ. સંપમાં પાણી ભરવા આવતા મજુરોએ ઓરડીનો દરવાજો ખોલતા ચોરી થયેલ જોવામાં આવેલ. પોલીસખાતાએ ગુન્હો આઈ.પી.સી. કલમ ૪૫૭, ૪૫૪, ૩૮૦ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો