કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

માર્ગ અકસ્‍માત સારવાર યોજનામાં ૫૦ હજારની મફતમાં સારવાર

કોઈ પણ આવક મર્યાદા ધ્‍યાને લીધા સિવાય રાજયની તમામ સરકારી હોસ્‍પિટલો, ટ્રસ્‍ટ સંચાલિત તથા ખાનગી હોસ્‍પિટલો દ્વારા સારવાર મળવાપાત્ર છે
જો અકસ્માત થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે

આજે દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. જેમ જેમ વાહનોની સંખ્યામાં વધારો થાય છે, તેમ તેમ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે. નિષ્ણાંત ડોક્ટરોના મત અનુસાર, જો અકસ્માત થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળવી જોઈએ. જો તાત્કાલિક સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે. અકસ્માત પછીનો એક કલાક એક એવો ગોલ્ડન કલાક છે.

જેમાં જો ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનુ પ્રમાણ ટાળી શકાય છે. જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે વાહન અકસ્માત સહાય યોજના અમલમાં મુકેલ છે. જેમાં ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માતમાં ઇજા પામનારને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે મફત તબીબી સારવાર પુરી પાડવા માટે  આ યોજના અમલમાં મુકેલ છે. 

કોઈ પણ આવક મર્યાદા ધ્‍યાને લીધા સિવાય રાજયની તમામ સરકારી હોસ્‍પિટલો, ટ્રસ્‍ટ સંચાલિત તથા ખાનગી હોસ્‍પિટલો દ્વારા સારવાર મળવાપાત્ર છે.

યોજના નું નામVahan Akasmat Sahay Yojana 2023
યોજનાની શરૂઆત કોણે કરીગુજરાત સરકાર
યોજનાનો હેતુવાહન અકસ્માત માં ઇજા પામનાર ને મફત તબીબી સારવાર પૂરી પાડવી
લાભાર્થીઅકસ્માત માં ઇજાગ્રસ્ત વ્યક્તિ
Vahan Akasmat Yojana pdfDownload Now
Official Websitehttps://gujhealth.gujarat.gov.in/

આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઇજા પામનાર વ્યક્તિને મફત સારવાર સુવિધા પુરી પાડવી. જેમાં સરકાર દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને અકસ્માતના 48 કલાક સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારને વિખેરાતા બચાવી શકાશે.

 આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા તમામ ઇજાગ્રસ્તોની લાભ આપવામાં આવે છે. કોઈ નાણાકીય પરિસ્થિતિ, રાજ્ય કે રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર લાભ આપવામાં આવે ગુજરાત રાજ્યની હદમાં થયેલ રોડ એક્સિડન્‍ટમાં ઇજા પામનાર તમામ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઇજા પામનાર વ્યક્તિ અથવા તેના સગાંએ લાભ મેળવવા અંગેનું સંમતિપત્ર આપવાનું રહેતુ હોય છે.

વાહન અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલ બિલમાં સહાય આપવામાં આવે છે. જેમાં થયાના પ્રથમ 48 કલાકમાં અપાયેલ સારવાર, ઓપરેશન,વગેરે માટે થયેલ ખર્ચ પેટે સરકાર  50,000/- ની મર્યાદામાં સીધેસીધો હોસ્પિટલને ચૂકવે છે.

આ યોજનામાં ઇજાગ્રસ્ત જે હોસ્પિટલમાં દાખલ થાય છે, તે હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ સહાય મેળવી શકે છે. તેમજ જો અમુક સારવાર સીટી સ્કેન, ડાયગ્નોસ્ટિક સારવાર માટે પણ સહાય આપવામાં આવે છે. તે હોસ્પિટલમાં ઉપલ્બ્ધ ના હોય તો નજીકની અન્ય હોસ્પિટલમાં ઉપલ્બ્ધ હોય તો ત્યાંથી ઇજાગ્રસ્ત આ સારવાર મેળવી શકે છે.  જેનું ચૂકવણુ દાખલ થયેલ  હોસ્પિટલે ચૂકવવાનું રહેતુ હોય છે. ગુજરાત સરકાર દ્વારા નિયત દરોમાં તેનું ચુકવણુ કરવામાં આવતુ હોય છે.

આ યોજનામાં ઇજાગ્રસ્તને રોકડમાં કોઈ સહાય ચૂકવવામાં આવતી નથી. પરંતુ સરકાર દ્વારા થયેલ ખર્ચનું ચુકવણુ સીધેસીધુ હોસ્પિટલને કરવામાં આવતું હોય છે. ઇજાગ્રસ્તે આ યોજનાનો લાભ મેળવવા માટેની પ્રક્રિયા કરવા માટે કોઇ નાણાં ચૂકવવાના રહેતાં નથી.

Content Copying Forbidden !!

error: Content is protected !!