મતદારોમાં જાજો ઉત્સાહ જોવા ન મળ્યો
વાંકાનેર: આજે સવારથી નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું જે સાંજે 6વાગ્યે પૂરું થયું. આ ચૂંટણીમાં મતદારોમાં જાજો ઉત્સાહ જોવા ન મળ્યો.
તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર મતદાન સમય પુરો થવા સુધીમાં કુલ 3634 પુરૂષ મતદારોમાંથી 2231 મતદારો એટલે કે 61.39% પુરૂષ અને 3584 મહિલા મતદારો માંથી 2027 મતદારો એટલે કે 56.56 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે. સરેરાશ 58.59 % મતદાન નોંધાયું છે…
જ્યારે વાંકાનેર નગરપાલિકામાં મતદાન સમય પુરો થવા સુધીમાં કુલ 11,417 પુરૂષ મતદારોમાંથી 6318 મતદારો એટલે કે 55.34% અને 10,940 મહિલા મતદારો માંથી 5201 મતદારો એટલે કે 47.54 % મહિલાઓનું મતદાન થયુ છે. સરેરાશ 51.52% મતદાન થયું છે…