કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરસરના પરિવારને મૃત્‍યુ કેસમાં પ૧ લાખનું વળતર

અકસ્માતમાં મરણ જનાર નરેશ સીતાપરા પિતાનો એક માત્ર પુત્ર હતો

સીરામીક ફેકટરીના આ કર્મચારીના અકસ્‍માતમાં પ૦.૮ર લાખ ચૂકવવા અદાલતનો હુકમ

રાજકોટ: મોરબીની સીરામીક ફેકટરીમાં કામ કરતા કોળી સમાજનાં યુવાનનાં રોડ અકસ્‍માતનાં કેસમાં કોર્ટ દ્વારા રકમ રૂપિયા પ૦,૮ર,૦૦૦/- નું જંગી વળતર મંજુર કરવામાં આવેલ હતું.

આ અંગેની વિગત એવી છે કે ગત તા. ર૯/૦પ/ર૦૧૬નાં રોજ અમરસરના રહીશ નરેશભાઇ ભગવાનજીભાઇ સીતાપરા પોતાનું મો.સા. પોતાની સાઇડમાં, ધીમી ગતીએ, નિયમોનું પાલન કરીને જતા હતા,

ત્‍યારે અકસ્‍માત સ્‍થળ પર પહોંચતા પાછળથી આવતા ટ્રક નં. પી.બી.-૩૦-કે.-૯૯૯૭નાં ચાલકે બેફામ અને બેદરકારીથી હંકારીને, માનવ જીંદગી જોખમાય એ રીતે ચલાવી આવીને પાછળથી આ કોળી યુવાનને એટલે કે નરેશભાઇ ભગવાનજીભાઇ સીતાપરાને હડફેટે લેતા આ અકસ્‍માતનો બનાવ બનવા પામેલ હતો.


આ અકસ્‍માતનાં કારણે કોળી પરીવારનાં એકના એક નિર્દોષ યુવાન નરેશભાઇ ભગવાનજીભાઇ સીતાપરાનું ઘટના સ્‍થળે કરૂણ મોત નીપજેલ અને અકસ્‍માત પહેલા ગુજરનાર નરેશભાઇ ભગવાનજીભાઇ સીતાપરા કે જેઓ મોરબીમાં આવેલ મારૂતી ગોલ્‍ડ સિરામક પ્રા. લી.માં નોકરી કરતા અને તેમનાં પરીવારનું ગુજરાન ચલાવતા હતા. આમ ગુજરનારનાં વારસદારોએ નરેશભાઇ ભગવાનજીભાઇ સીતાપરાનાં મૃત્‍યુ બદલ વળતર મેળવવા માટે રાજકોટ કોર્ટમાં કલેઇમ દાખલ કરેલ.

રાજકોટનાં ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી એસ. વી. શર્મા સાહેબે ગુજરનારની માસીક આવક રૂા. ૧પ,૬૦૦/- પૂરેપૂરી આવક ધ્‍યાનમાં લઇ તેમજ ગુજરનારની માતા, પિતા અને પત્‍ની તેમજ તેના સગીર પુત્રને ધ્‍યાનમાં લઇ એમ કુલ ચાર ડીપેન્‍ડન્‍ટો ગણી આવકનાં ૪૦ ટકા

ભવિષ્‍યની આવકની નુકશાની ગણી ગુજરનારની ઉંમર ર૭ માં ૧૭ વર્ષનો ગુણાંક આપી વ્‍યાજ સહિતની કુલ રૂા. પ૦,૮ર,૦૦૦/- રકમ માસ ૧ માં ઉપરોકત ટ્રકની વિમા કાું .યુનાઇટેડ ઇન્‍ડિયા ઇન્‍સ્‍યોરન્‍સ કાું. એ અરજદારોને ચુકવી આપવા તા. ૧૦/૦૧/ર૦ર૩ નાં રોજ હુકમ કરતા વીમા કંપનીએ ગત તા. ર૮/૦૩/ર૦ર૩નાં રોજ કુલ રકમ રૂ. પ૦,૮ર,૦૦૦/- જમા કરાવી દીધેલ હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!