ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજન
વાંકાનેર: વાંકાનેરમાં ગોપાલકોની મોટી સંખ્યામાં વસ્તી છે. આથી ગોપાલકોનો મુખ્ય ધંધો પશુપાલન છે. વાંકાનેર તાલુકા ગોપાલક સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત ભવ્યતાતિભવ્ય તેરમાં સમુહ લગ્નોત્સવમાં 53 દીકરીઓએ તા.12/2/24ના રોજ 20 હજાર ગોપાલકોની હાજરીમાં અને વાંકાનેરના મહારાજાને સાંસદ કેશરીસિંહજી ઝાલા મુખ્ય મહેમાન તરીકે પધારેલ અને વાંકાનેર તાલુકા ગોપાલક સમુહ લગ્ન સમિતિના અધ્યક્ષ હીરાભાઈ નોંઘાભાઈ બાંભવાની અધ્યક્ષતામાં આ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
આ સમુહ લગ્નમાં ભવ્ય રાસ ગરમાનો કાર્યક્રમ જુલી આહીરના સથવારે ભરવાડ સમાજ હુડોરાસ, રાસ ગરબાની મોજ માણી હતી. આ લગ્નમાં જોડાયેલ દરેક ક્ધયાને એટુ ઝેડ ઘરવખરીનો સામાજ કરીયાવર તરીકે આપવામાં આવેલ. વાંકાનેર મચ્છુ માતાજી મંદિરના સાનિધ્યામાં મીલપ્લોટ-વીસીપરા વચ્ચેના વિશાળ ગ્રાઉન્ડમાં આ ભવ્ય લગ્ન કાર્યક્રમ કરેલ અને તમામ 20 હજાર ગોપાલકો માટે ભોજનની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી
આ તેરમાં સમુહ લગ્નમાં આવેલ તમામ ક્ધયાને સરકારી સહાય પણ આયોજકોએ અપાવેલ અને તમામને ત્યાં જ મેરેજ સર્ટીફીકેટ મળે તે માટે ચીફ ઓફીસર ગીરીશ સરૈયાએ આયોજન કરેલ. રંગબેરંગી વસ્ત્રોમાં સજજ નવદંપતિની તસ્વીર સાથે ડ્રોન એરિયલવ્યુથી લગ્નનો મંડપ ભવ્ય દ્દષ્ટિગોચર થાય છે.