કુલ રેશનીંગ ડેપો (સણોસરા સહિત) ૬૮ અને લાભાર્થી ૨,૪૨,૩૨૪ છે
વાંકાનેર તાલુકામાં કુલ રેશનીંગ ડેપો (સણોસરા સહિત) ૬૮ છે. જેમાં એનએફએસએ કેટેગરીમાં એએવાય રેશન કાર્ડ ૧૩૭૮ છે, જેની વસ્તી ૫૮૦૯ ની છે. બીપીએલ કાર્ડ ર૭ર૪ અને લાભાર્થી ૧૩૩૯૧ છે. એપીએલ-૧ રેશન કાર્ડ ૨૧૪ર૭ અને વસ્તી ૧,૦૧,૬૦૩ ની છે. બીપીએલ અને એપીએલ કુલ કાર્ડ ૨૪,૧૫૧ અને લાભાર્થી વસ્તી ૧,૧૪,૯૯૪ જયારે એએવાય અને પીએચએચ મળીને કુલ રપ,પર૯ અને તેના લાભાર્થી ૧,૨૦,૮૦૩ છે.
નોન- એનએફએસએ કેટેગરીમા બીપીએલ ૨ અને લાભાર્થી ૪ જયારે એપીએલ-૧ માં કાર્ડ ૨૮,૩૧૭ અને લાભાર્થી ૧,૨૦, ૬૫૧ છે. આ કેટેગરીમાં એપીએલ-રમાં કાર્ડ ધારકો ૨૧૨ અને લાભાર્થી ૮૬૬ છે. એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોની સંખ્યા ૨૮,૫૩૧ અને લાભાર્થી ૧,૨૧,પર૧ છે.
ઉપરની બન્ને કેટેગરીમાં વાંકાનેર મામલતદાર કચેરીના પુરવઠા ખાતા હેઠળ ૫૪,૦૬૦ (અંદાજે ચોપન હજાર) રેશન કાર્ડ અને લાભાર્થી ૨,૪૨,૩૨૪ (અંદાજે બે લાખ તેતાલીશ હજાર) છે.