મિલ પ્લોટ ફાટક પાસેથી દારૂની ૫૮ બોટલ
વાંકાનેર પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ર૪ કેસ કર્યા
વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૬,૧૦, ૦૦૦ નો મુદામાલ વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ ને.હા કેરાળા ગામના બોર્ડ પાસે વોચ તપાસમા હોઇ જે બાતમીવાળી ગાડી આવતા રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે ગાડી ભાગાડી મુકેલ જે ગાડીનો પીછો કરી આસીયાના સોસાયટી પાછળ સ્પ્તનેશ્વર મહાદેવ મંદિર સામે નદીના વોહકરામાથી દેશીદારૂ લીટર-૫૫૦ કિ.રૂ-૧,૧૦,૦૦૦/- સાથે કુલ મુદામાલ કી.રૂ- ૬,૧૦,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી આરોપી ગાડીના ચાલક વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મિલ પ્લોટ ફાટક પાસેથી દારૂની ૫૮ બોટલ
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે રહેતો આરોપી રમેશ કુકાવાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ગેરકાયદે વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૫૮ કીમત રૂ ૭૮,૮૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી રમેશ રઘુભાઈ કુકાવાને ઝડપી લીધો છે અન્ય આરોપી સકુબેન મુસ્લિમ રહે સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ર૪ કેસ કર્યા
વાંકાનેર વિભાગના પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશન અંગે કોમ્બીંગ રાખવામાં આવ્યું હતું દરમ્યાન પ્રોહીબીશનના ૪૪ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા અને ૧૮,૨૦,૪૨૫ નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે. મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી એસ.એચ.સારડાની સૂચના મુજબ વાંકાનેર વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના વધુને વધુ કેસો શોધી કાઢવા માટે ટિમ કામ કરી રહી હતી તેવામાં તા ૧૮ થી ૨૦ સુધીમાં કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન કુલ ૪૪ જેટલા પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવામા આવ્યા હતા. જેમાં વાંકાનેર સીટીના ૧૧ અને વાંકાનેર તાલુકાના ૧૩ કેસોનો સમાવેશ થાય છે.
વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, વાંકાનેર સીટી પોલીસે દેશી દારૂ ૭૨૧ લીટર જેની કિંમત ૧,૪૪,૨૦૦ તથા ઇગ્લીશ દારૂની ૫૯ બોટલો જેની કિંમત ૭૯,૯૦૦, વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂ ૧૦૩ લીટર જેની કિંમત ૨૦,૬૦૦ તથા આથો બીટર ૨૦૨૫ જેની કિંમત ૪૪,૭૨૫ તથા ઈંગ્લીશ દારૂની ૧૧૭૪ બોટલો જેની કિંમત ૧૫,૦૦,૯૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે…