રૂ-૪,૭૧,૨૦૦/- કિંમતના જીરાની ચોરીની ફરિયાદ
વાંકાનેર: તાલુકાના વઘાસીયા ગામમાં જુના ઘરે ઓસરીમાં રાખેલ જીરુંના ૬૦ બાચકાની ચોરી થયાની ખેડૂતે ફરિયાદ નોંધાવેલ છે….
જાણવા મળ્યા મુજબ હબીબભાઇ વલીભાઈ માથકીયા (ઉવ.૭૨) હાલ રહેવાસી આસિયાના સોસાયટી વાંકાનેર મુળ રહે-વઘાસીયા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે વડીલોપાર્જીત જમીન વઘાસીયા ગામની બેકળ સીમમા ૧૨૫ વિઘા ખેતી લાઇક જમીન આવેલ છે અને અમારા મુળ સરનામે મારા મોટાભાઈ રહીમભાઇ વલીભાઈ માથકીયા રહે છે, અને વઘાસીયા ખાતે રહેતા જાબીરભાઈ હુસેનભાઈ માથકીયા મકાન નવુ બનાવતા હોઇ જેથી વઘાસીયા વાળા મકાને આશરે બે મહીના પહેલા રહેવા માટે આવેલ છે.
અમોએ શીયાળુ પાક તરીકે જીરાનુ વાવેતર કરેલ હતુ અને જીરૂનું ખળુ લઈ આશરે ૭૦૦ મણ જેટલુ જીરૂ મારા વઘાસીયા વાળા ઘરની બાજુમા આવેલ જુના ઘરે ઓસરીમા પ્લાસ્ટીકના બાચકામા ભરીને મુકેલ હતુ અને જેમાથી અંદાજી તે ૨૦૦ મણ જેટલુ જીરૂ એક મણના ૫૨૦૦/- રૂપીયાની કિંમતે વેચેલ હતુ અને બાકી રહેલ ૫૦૦ મણ જેટલુ જીરૂ પ્લાસ્ટીકના બાચકા નંગ-૨૦૦ માં રાખેલ હતુ અને
બેક મહીના પહેલા જીરૂ ખરીદવા વેપારી આવેલ ત્યારે અમો તેમને જીરૂ બતાવવા માટે અમારા જુના ઘરે ગયેલ હતા, પરંતુ અમારે ભાવમાં ફેરબદલી રહેતા જીરૂ વેચેલ નહી અને ત્યારબાદ ગઈ તા-૧૭/૦૪/૨૦૨૫ ના રોજ સવારના જીરૂ ખરીદવા માટે બીજા વેપારી આવેલ જેથી હુ તેઓને લઈને જુના ઘરે ગયેલ અને જોયેલ તો ઘરની ઓસરીમાં રાખેલ જીરૂ ભરેલ બાચકા નંગ-૨૦૦ પુરા જોવામા આવેલ નહી અને
બાચકા ગણી જોતા ૧૪૦ બાચકા જોવામા આવેલ જેથી મે મારા ભાઈઓ, મારા દિકરાને પૂછતાં અને આજુબાજુ તપાસ કરતા જીરાના ૬૦ બાચકા મળી આવેલ નહી અને અમારી રીતે તપાસ કરતા અમોને અમારા જીરાના બાચકા નંગ-૬૦ આશરે ૧૫૨ મણ જીરૂ જે એક મણ જીરા ની આશરે કિ.રૂ-૩૧૦૦/- રૂપીયા ગણી કુલ કિ.રૂ-૪,૭૧,૨૦૦/-નુ મળી આવેલ નહી, પોલીસખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…