ગાંજાની ખેતી કરનાર શખ્સને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે દબોચ્યો
વાંકાનેર: વાંકાનેર તાલુકામાં આવતા તરકીયા ગામે રહેતો શખ્સ ખેતરના શેઢે અને તેના ઘરની બાજુમાં ગાંજાનું વાવેતર કરતો હોવા અંગેની મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે એસઓજી અને સ્થાનિકની ટીમ દ્વારા તરકિયા ગામની સીમમાં આરોપી ભીખુભાઇ પોલાભાઈ ડાભીની ઢોરા વાળી વાડીમા ગાંજાની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી પોલીસે ગાંજાના પોસ ડોડા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે સ્થળ ઉપરથી ૬૦ કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હવે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં નશીલા માદક પદાર્થનું વેચાણ અને સંગ્રહ કરતા શખ્સોને પકડવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમને મળેલ બાતમી આધારે મોરબી જિલ્લા પીઆઇ એમ.પી. પંડ્યા તથા વાંકાનેર તાલુકાના પીએસઆઇ બી.પી. સોનારા તેમજ બંન્નેની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાની હદમાં આવેલ તરકીયા ગામે રેડ કરવામાં આવી છે અને ત્યાં રહેતા શખ્સના ઘર પાસે તેમજ તેના ખેતરના શેઢે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
જેથી કરીને પોલીસે બંને જગ્યાએથી કુલ મળીને ગાંજાના પોસ ડોડા નો ૬૦ કિલો જેટલો જથ્થો કબજો કરેલ છે આમ અંદાજે છ લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલ સાથે ગાંજાની ખેતી કરનારા શખ્સને ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે અને આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવા માટેની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ