કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઘીયાવડ જેટકોના સબસ્ટેશન સુધી ૬૬ કે.વી. વીજલાઇન નખાશે

ઘીયાવડ જેટકોના સબસ્ટેશન સુધી ૬૬ કે.વી. વીજલાઇન નખાશે

વાંકાનેર તાલુકાના ઘિયાવડ, વણઝારા, પિપરડી, ખેરવા, પીપળિયા આગાભી, કણકોટ, નવા કણકોટ, કલાવડી નવી, કલાવડી જુની, પ્રતાપગઢ, કોટડા નાયાણી, પીપળીયારાજ, સિંધાવદર, વાલાસણ અને રાજકોટ તાલુકાના જાલિયા, કાગડદી, રામપર (સૂર્યા) ના ખેડૂતો ધ્યાન આપે

વાંકાનેર: રજિસ્ટર્ડ ઓફિસ :- JSW સેન્ટર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા (પૂર્વ) મુંબઈ ૪૦૦૦૫૧ મેસર્સ JSW રીન્યુ એનર્જી સેવન્ટીન લિમિટેડ (જેઆરઇએસએલ) દ્વારા જાહેરનામું દૈનિકમાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે:

જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, જાહેર હિત અર્થે ૧૬૪ હેઠળ ની તમામ સત્તાઓ પ્રદાન કરેલ છે. મેસર્સ JSW રીન્યુ એનર્જી સેવન્ટીન લિમિટેડ અને તેના સત્તાધિકારીઓને ગુજરાત રાજ્યમાં વીજળી સપ્લાય અને વિતરણ કરવા માટે વીજલાઈનોની સ્થાપના બિછાવા અને સંચાલન કરવા માટે ટાવર ઉભા કરવા, અને વીજ રેશાઓ અને કેબલો નાખવા માટે ઉક્ત નોટિફિકેશન હેઠળ નિર્ધારિત શરતોને આધીન આવશ્યક માનવામાં આવે છે.
આ જાહેર સૂચના દ્વારા, આથી જનતાને જાણ કરવામાં આવે છે કે, જાહેર હિતમાં મેસર્સ JSW રીન્યુ એનર્જી સેવન્ટીન લિમિટેડ એ નીચે મુજબ વીજળીના પ્રસારણ માટે વીજળીની લાઈન, ટાવર, કેબલ્સ વગેરે ને ઇન્સ્ટોલ/બીછાવાનો નિર્ણય નીચે દર્શાવેલ યોજનાઓ મુજબ લીધો છે. (GUJARAT GOVERNMENT GAZETTE PART-II, ISSUUE NO; -8 VOL. LXVII, THURSDAY, 19th. FEBRUARY 2026)યોજનાનું નામ અને યોજનાની ટૂંકી વિગત
૬૬ કે.વી. JSW રિન્યૂ એનર્જી સેવન્ટીન લિમિટેડ પૂલિંગ સબ-સ્ટેશન થી ૨૨૦/૬૬ કે.વી. ઘીયાવડ જેટકો ના સબસ્ટેશન સુધી ૬૬ કે.વી. એકવડી વીજરેષા એએલ ૫૯ પેન્થર કન્ડકટર સાથેની તથા આર્શિક ભૂમિગત ૧ કોર X ૬૩૦ સ્કવેર એમએમ કેબલ સાથેની ટ્રાન્સમિશન લાઈન-લાઈનની કુલ લંબાઈ – ૧૭.૫૦ કિ.મી.કાર્યનો વિસ્તાર
ગામોની આસપાસ અને વચ્ચેનો વિસ્તાર: ઘિયાવડ, વણઝારા, પિપરડી, ખેરવા, પીપળિયા આગાભી, કણકોટ, નવા કણકોટ, કાલાવડી નવી, કાલાવડી જુની, પ્રતાપગઢ, કોટડા નાયાણી, પીપળીયારાજ, સિંધાવદર, વાલાસણ તા: વાંકાનેર, જાલિયા, કાગડદી, રામપર (સૂર્યા) તાલુકો: રાજકોટ
અંદાજીત કુલ રકમ (રૂ. લાખમાં) ૧૦.૦૦ કરોડ
ઉપરોક્ત સંદર્ભિત સૂચિત કાર્ય સક્ષમ અધિકારી દ્વારા એક્ટ હેઠળ મંજૂર કરવામાં આવ્યું છે અને જ્યારે આવા હેતુ માટે ટાવર સ્થાપિત કરવામાં આવશે અને ઉપર મુજબના ગામો/વિસ્તારોમાંથી ઓવરહેડ લાઈન પસાર થશે ત્યારે JSW રીન્યુ એનર્જી સેવન્ટીન લિમિટેડ લાઈન નાખવા દરમિયાન સહકાર મેળવવા ઇચ્છે છે. JSW રીન્યુ એનર્જી સેવન્ટીન લિમિટેડ અધિનિયમ મુજબ ઉભા પાક/વૃક્ષોને થયેલા નુકસાન અથવા નુકસાન માટે વાજબી વળતર આપવાની જોગવાઈઓ કરશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!