કોરોનાથી બચ્યા: રસીથી ન બચાયું
નવી દિલ્હી: 2020માં સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીનો શિકાર થયું હતું, લોકો બિમારીના ભરડામાં આવી ગયા હતા. ઘણા ઓછા લોકો કોરોનાથી બચી શક્યા હતા. સામાન્ય તાવ, ખાંસી જેવા લક્ષણ દેખાતા આ ચેપ કોરોનાનો નીકળતા કેટલાય ભયનાં કારણે મૃત્યુ પામ્યા, તો ઘણા કોરોનાગ્રસ્ત થઈ સારવાર લેવા છતાં મોતને ભેટ્યાં હતા. વિશ્વના દેશો કોરોનાની રસી બનાવવામાં લાગી ગઈ હતી…જો કે, જીવ બચાવનારી રસી ઘણાં લોકો માટે ઘાતક નીવડી છે, તેવું સર્વેમાં સામે આવ્યું છે. સર્વેમાં જાણવા મળ્યું કે 67 % પરિવારોએ સ્વીકાર્યું છે કે કોરોનાની રસી લીધા બાદ સ્વાસ્થ્ય બગડ્યું હતું. એવું પણ સામે આવ્યું કે હ્રદયરોગના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. સામાન્ય રીતે જેને ડાયાબિટીસ થયો હોય તેવા દર્દીઓ પણ હ્રદયરોગના શિકાર થવા લાગ્યા હતા…
રસી લીધા બાદ બ્લડ પ્રેશર વધવું, હાર્ટ એટેક આવવો જેવા કેસોમાં વધારો થયો હતો. સર્વેમાં જોવા મળ્યું કે દર 3માંથી 1 વ્યકિત કોરોનાની વેકસિન લગાવ્યા બાદ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરી રહી છે…
સરકારનાં ડેટા પ્રમાણે કોરોના રસી લીધા બાદ લોહીમાં પ્લેટલેટસ ઘટી જવા અને લોહીનાં ગઠ્ઠા જામવા વગેરેના કેસોમાં ધીમે ધીમે વધારો થયેલો જોવા મળ્યો હતો. ચોંકાવનારી બાબત છે કે રસી લીધા બાદ જૂજ દિવસ કે કલાકોમાં તેની આડઅસર જોવા મળી હતી…
સર્વેમાં નોંધાયું કે સરકારી રેકોર્ડમાં હજુ સુધી રસીની આડઅસરને ક્યાંય નોંધવામાં આવી નથી. 10 % લોકોને રસી લીધા બાદ તકલીફ પડી હતી. 77 %નું માનવું છે કે તેમણે કોવિશિલ્ડ વેકસિન લીધી હતી. 4 %ને હૃદયની બિમારી થઈ, 4% ને કેન્સર થયું હતું, 6 % ને છાતીમાં દુ:ખાવો, 6 % ને લોહીમાં ગઠ્ઠા જામવા, 8 % ને બ્રેઈન સ્ટ્રોક અને લકવાની અસર થઈ હતી, 10 % ને હૃદયના ધબકારા વધવા કે બ્લડ પ્રશર ઘટી જવું વગેરેથી અસરગ્રસ્ત થયા હતા. તેમાં કેટલાક મોતને ભેટ્યા હતા. 67 % નું માનવું છે કે તેમણે કોરોનાની આડઅસર થઈ હતી.
સર્વેમાં જાણવા મળ્યું કે 4 % એ વિદેશની રસીનો ઉપયોગ કર્યો હતો. 5 % એ કોવેક્સિન લીધી હતી, 5 % એ સ્પુતનિક વેકસિન, જ્યારે 77 % એ કોવિશિલ્ડ લીધી હતી.