વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર: 1100થી વધારે હોસ્પિટલમાં ડિલિવરી
ગુજરાતમાં 72 કલાકથી વધુ સમયથી ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી હતી.
આ દરમિયાન તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં 1,152 સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે, જેમાંથી 707 મહિલાએ તોફાન દરમિયાન હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં બાળકોને જન્મ આપ્યો હતો.
આ મામલે ગુજરાત સરકારે માહિતી આપી હતી કે બાળકોની ડિલિવરીમાં કોઈ સમસ્યા ન થાય એ માટે 302 સરકારી વાહનો અને 202 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સમાં મેડિકલ સ્ટાફ હાજર હતો, જેઓ દિવસ-રાત સગર્ભા મહિલાઓની સંભાળમાં રોકાયેલા હતા.