પીપળીયા રાજનું સૌથી ઊંચું- ચંદ્રપુર કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું
વાંકાનેર તાલુકાના કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ -10ની પરીક્ષામાં જિલ્લામાં કુલ 11614 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જે પૈકી 11535 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા માર્ચ 2023ની પરીક્ષામાં 75.43% વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જે પૈકી એ-1 ગ્રેડમાં 184 વિદ્યાર્થીઓ, એ-2 ગ્રેડમાં 1093, બી-1 ગ્રેડમાં 1821, બી-2 ગ્રેડમાં 2322, સી-1 ગ્રેડમાં 2245, સી-2 ગ્રેડમાં 1000 અને ડી ગ્રેડમાં 36 વિદ્યાર્થીઓ સાથે
75.43% ટકા પરિણામ આવ્યું છે, જે વર્ષ 2022ની તુલનાએ 2 ટકા જેટલું ઉંચુ આવ્યું છે.