કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર શહેરના 8.22 કરોડના વિકાસકામોના ટેન્ડર

વાંકાનેર શહેરની કરોડોની ગ્રાન્ટ ખર્ચ નહીં કરી શકવાના કારણે પાછી ગયેલી છે, ત્યારે આ વર્ષે કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પડી રહ્યા છે. અગાઉ બહાર પડી ચૂક્યા પછીના નવા બહાર પડેલ ટેન્ડરોની વિગત નીચે મુજબ છે.

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 10-11-2023

(1) વાંકાનેર શહેરમાં વિવિધ લોકેશન ચાર્ટ મુજબ પેવિંગ બ્લોક પાથવે સ્વાગત પાથ, રોડ ડિવાઈડર, ડામર રોડ અને સોલાર સ્ટ્રીટ લાઇટ પોલના બાંધકામ માટે ટેન્ડર મંગાવ્યું છે. આ કામનું ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી સહેરી વિકાસ યોજના Udp-88 વર્ષ-2022-23 અંતર્ગત થશે. ટેન્ડરની છેલ્લી તારીખ (આવતી કાલ) 12/01/2024 છે, એસ્ટીમેન્ટ 13790623 રૂપિયાનો છે, ડિપોઝીટ 138000 રૂપિયા છે


(2) વિવિધ લોકેશન ચાર્ટ મુજબ Rcc સ્ટ્રોમ વોટર પાઇપલાઇન પોલના બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે, આ કામનું ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી સહેરી વિકાસ યોજના Udp-88 વર્ષ-2022-23 અંતર્ગત થશે. ટેન્ડરની છેલ્લી તારીખ (આવતી કાલ) 12/01/2024 છે, એસ્ટીમેન્ટ 12782984 રૂપિયા છે, ડિપોઝીટ 127900 રૂપિયા છે


(3) વાંકાનેર શહેરમાં ટ્રાય-મિક્સ સાથેના સિમેન્ટ કોંક્રીટ રોડના બાંધકામના કામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ કામનું ખર્ચ સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી સહેરી વિકાસ યોજના Udp-88 વર્ષ-2020-21 અંતર્ગત થશે. ટેન્ડરની છેલ્લી તારીખ (આવતી કાલ) 12/01/2024 છે, એસ્ટીમેન્ટ 24164763 રૂપિયા છે, ડિપોઝીટ 242000 રૂપિયા છે


(4) વાંકાનેર શહેરમાં વિવિધ લોકેશન ચાર્ટ મુજબ પેવિંગ બ્લોક ફ્લોરિંગ, ટોયલેટ બ્લોક, પ્રોટેક્શન વોલ, પાર્કિંગ શેડ, અર્થ વર્ક, ફૂટપાથ અને સ્ટોર્મ વોટર ડ્રેનના બાંધકામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ કામનું ખર્ચ વાંકાનેર સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી સહેરી વિકાસ યોજના Udp-88 વર્ષ-2023-24ની ગ્રાન્ટ મુજબ થશે.


ટેન્ડરની છેલ્લી તારીખ (આવતી કાલ) 12/01/2024 છે, એસ્ટીમેન્ટ 27678095 રૂપિયા છે, ડિપોઝીટ 277000 રૂપિયા છે.
(5) વાંકાનેર શહેરમાં ટ્રાય-મિક્સ સાથેના સિમેન્ટ કોંક્રીટ રોડના બાંધકામના કામ માટે ટેન્ડર બહાર પડયું છે. આ કામનું ખર્ચ Sjmmsvy રોડ રિસરફેસિંગ Udp-88 વર્ષ-2023-24 હેઠળ કરવામાં આવનાર છે. ટેન્ડરની છેલ્લી તારીખ (આવતી કાલ) 12/01/2024 અને એસ્ટીમેન્ટ 4135257 રૂપિયા તથા ડિપોઝીટ 41400 રૂપિયા છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!