સ્પેશિયલ ટ્રેનનો આવતા-જતાનો સ્ટોપ વાંકાનેર સ્ટેશને આપેલ છે
વાંકાનેર માટે કંટ્રોલ રૂમ નંબર 0281-2386340 અને કમાન્ડ એન્ડ સેન્ટ્રલ નંબર 72269 90405 છે
અમદાવાદ, તા.5 : પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7ને રવિવારે તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં 8,64,400 ઉમેદવારો બેસનાર છે. આ પરીક્ષા માટે 17.10 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા, તેમાંથી 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપેલ છે.
મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજયના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વધારાની બસો અને ટ્રેનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા કે અન્ય કોઇ પ્રકારની ગેરરીતિની માહિતી હોય તો ઉમેદવારે હેલ્પલાઇન નંબર 8758804212, 8758804217 ઉપર અથવા જિલ્લા હેલ્પલાઇન અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને અવશ્ય આપવી. આ ઉપરાંત ગેરરીતિ અંગે 100 નંબર ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.
એસ.ટી. વિભાગ દ્વારા જિલ્લા મથકો પર કંટ્રોલ રૂમ ધમધમતા
રાજકોટ, તા.5 : એસ.ટી. વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષફામાં બેસનારા ઉમેદવારો માટે આજથી રાજયમાં જિલ્લા મથકો પર કંટ્રોલ રૂમ ધમધમતા કરી દેવામાં આવેલ છે. જેના ફોન નંબર અને મોબાઇલ નંબર વાંકાનેર માટે કંટ્રોલ રૂમ નંબર 0281-2386340 અને કમાન્ડ એન્ડ સેન્ટ્રલ નંબર 72269 90405 છે.
ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ (09591/09592)
વાંકાનેર માટે એક સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 21.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.