રક્તદાન મહાદાન કહેવામાં આવે છે રક્તદાન કરીને અન્યને નવજીવન આપી સકાય છે ત્યારે સમાજ સેવાની ઉક્તિના ચરિતાર્થ કરવા વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કરતા ૮૧ બોટલ એકત્ર કરવામાં આવી હતી
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો વાંકાનેર દ્વારા આજે ગરાસીયા બોડીંગ ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી બપોર સુધી ચાલેલા રક્તદાન કેમ્પમાં ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ કાર્યકરો તેમજ શહેરી યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને રક્તદાન કેમ્પ સફળ બનાવ્યો હતો રક્તદાનના અંતે ૮૧ બોટલ એકત્ર કરવામાં આવી હતી