ટ્રાફિકનું નિરાકરણના બદલે દંડ ફટકારાતા વાહનચાલકોમાં રોષ
વાંકાનેર: શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહનથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ત્રણ ટીમો જુદા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે ખડકી દેતા ૮૧ નાના મોટા વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા અને રૂપિયા ૧૫,૧૦૦ નો હાજર દંડ વસુલ કરવામાં આવ્યો છે…
રાતીદેવડી પંચાસર રોડનો બાયપાસ પુલ બેસી ગયા પછી ઉભો કરવામાં તંત્ર દ્વારા હજુ શરૂ ન થતા ટ્રાફિકનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે, જેના પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યોનો ભોગ વાંકાનેરના રહીશો સહિત વાંકાનેરમાં પસાર થતા વાહન ચાલકો
ભોગ બની રહ્યા છે ભારે વાહનો પ્રવેશ રાતીદેવડી પંચાસર બાયપાસ પુલ બેસી જતા સિટીમાં શરૂ કરાવાતા હાલાકી વધી છે છતાં પોલીસનો કાફલો નાના મોટા વાહન ચાલકોને દંડ ફટકારી રહ્યું છે જે મંદી મોંઘવારી બેરોજગારીના માહોલમાં નાના મોટા વાહન ચાલકો માટે પડ્યા પર પાટુ સમાન બન્યું છે…
શહેરમાં રસ્તા પર પીળા પટ્ટા કરેલ છે પરંતુ પીળા પટ્ટા અંદર ઊભતી રેંકડીઓના કારણે વાહન ચાલકોને વિવશ પીળા પટ્ટા બહાર પાર્ક કરવા પડે છે અને તો કાર્યવાહી કરવામાં આવે છે, લારી-રેંકડીઓનું દબાણ પોલીસ ખાતાને દેખાતું નથી, રખડતા ઢોર સામે આંખ મીંચાય છે, ત્યારે લોકોની નારાજગી સ્વાભાવિક છે….