ટંકારા ધારાસભા વિસ્તારની ૯૧.૩૩ ટકા કામગીરી પૂર્ણ થઈ
વાંકાનેર: વાંકાનેર સહિત રાજ્યભરમાં તા.૪ નવેમ્બરથી શરૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા ચૂંટણીતંત્રના સત્તાવાર આંકડા મુજબ વાંકાનેર બેઠક વિસ્તારમાં ૨,૯૫,૬૧૨ મતદારો પૈકી ૨,૫૭,૧૦૩ મતદારોના ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. એટલે કે ૮૬.૯૭ ટકા કામગીરી પૂર્ણ થઈ છે જયારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠકમાં સરેરાશ ૮૮.૭૧ ટકા ડિજિટાઇઝેશન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.



ટંકારા બેઠક વિસ્તારમાં ૨,૫૭,૬૧૪ મતદારો પૈકી ૨,૩૫,૨૭૧ મતદારોના ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. એટલે કે ૯૧.૩૩ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં સરેરાશ ૮૮ ટકા ફોર્મ પરત આવી જતા તેનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ટંકારા વિધાનસભા વિસ્તારમાં ૯૧ ટકા કામગીરી થઇ છે….
