વાંકાનેર : તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાને ગળેફાંસો ખાઈ લીધો છે….
જાણવા મળ્યા મુજબ તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ (ઉ.21) નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે….