ટંકારા: તાલુકાના ઓટાળા ગામે વાડીએ ટ્રેક્ટર ચલાવતા યુવાને તેની કાકાની દીકરીને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમા ૬ વર્ષની માસુમ બાળકીને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના પરિવારજન દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામે મુકેશભાઈ નાથાભાઈ ઘોડાસરાની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ભાયાભાઈ મોહનિયા જાતે આદિવાસીની છ વર્ષની દીકરી મધુબેનને વાડીએ હતી ત્યારે ત્યાં ટ્રેક્ટર ચલાવી રહેલા સંજયભાઈ

મોહનિયા જાતે આદિવાસીએ તેને હડફેટે લેતા બાળકીને ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તે બાળકીનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા
પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ભાયાભાઈ મોહનિયાના મોટાભાઈનો દીકરો સંજય મોહનિયા રહે મૂળ એમપી વાળો વાડીએ ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અને ત્યાં બાજરાના વાવેતર વાળા ખેતરમાંથી બાળકી અચાનક આગળના ભાગે ટ્રેક્ટર સામે

આવી જતા અકસ્માતે તેને ગંભીર થઈ હતી અને તે બાળકીનું મોત નિપજ્યુ છે જે બનાવાની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે…
દારૂ સાથે:
(1) મીતાણા વાલાસણ રોડ પર ઝુંપડામાં રહેતા અલ્પાબેન ઉર્ફે પારૂલબેન દિલીપ બીજલ વાઘેલા (2) ટંકારા જયનગરમાં રહેતા ધારશી સવસીભાઇ સાડમિયા અને (3) ખાખરાના અમરતબેન ધારશી દલસીંગ જખાણીયા પાસેથી મળી આવ્યો

પીધેલ:
(1) ટંકારા સરકારી દવાખાના પાછળ હારૂનભાઈની ઓરડીમાં રહેતા અજય મનસુખ પરમાર અને (2) ટંકારા જયનગરમાં રહેતા ધારશી સવસીભાઇ સાડમિયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) લજાઇના રાજેશ જટાશંકર ત્રિવેદી અને (2) ગારિયા વાંકાનેરના વિપુલ સતાભાઈ ઝપડા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

