સોનાની વીંટી, ચાંદીની લક્કી તથા રોકડા રૂપીયા ૩૦,૭૦૦/- ચોરાયા
વાંકાનેર: તાલુકાના લુણસર ચોકડી, અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજમાં શટર ખોલી દિવાલની ખીંતીમા લટકાવેલ બેગ કોઈ અજાણ્યો શખ્સ લઈ જઈ તેમાથી (૧) એક સોનાની વીંટી (ર) ચાંદીની લક્કી તથા રોકડા રૂપીયા ૩૦,૭૦૦/-મળી કુલ કિ.રૂ-૬૫, ૬૯૧/-ના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે…..
જાણવા મળ્યા મુજબ હાલ હસનપર તા.વાંકાનેર રહેતા મુળ રહે. કલાબાની તા.બીસોલી જી.બદાઇ ઉત્તર પ્રદેશના નદીમખાન રઇશખાન પઠાણ (ઉ.વ.૨૨) એ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે લુણસર ચોકડી, અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજ ના નામથી ધંધો કરે છે, ગઈ તા-૨૭/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રીના દસેક વાગ્યે મારી ગેરેજ અંદર શર્ટર અડધુ બંધ કરી હું તથા મારા ત્રણ કારીગરો સુતા હતા અને મારા કપડા તથા રોકડા રૂપીયા અને સોનાની વિંટી તથા ચાંદીની લક્કી ભરેલ બેગ ગેરેજની દિવાલની ખીંતી ઉપર લટકાડેલ હતી,

તા.૨૮/૦૭/૨૦૨૫ ના રોજ સવારના હું પેશાબ કરવા જાગેલ ત્યારે મારૂ બેગ દિવાલે લટકતુ જોવામા આવેલ હતુ અને પેશાબ કરીને હું પરત ગેરેજમા આવી સુઇ ગયેલ અને ત્યારબાદ આશરે પોણા છએક વાગ્યે જાગીને જોયેલ તો મારૂ બેગ દિવાલે જોવા મળેલ નહી, જેથી મેં મારા કારીગરોને જગાડેલ અને આજુબાજુ તપાસ કરતા ગેરેજની પાછળ ખુલ્લા મેદાનમાં બેગ મળી આવેલ બેગમાં એક સોનાની વીંટી અને ચાંદીની લક્કી તથા રોકડા રૂપીયા ૩૦,૭૦૦/- રાખેલ હતા. જે સોનાની વીંટી જેની વચ્ચે ફુલ કોતરેલ છે. તેમજ આજુબાજુ નક્સી કામ કરેલ લંબચોરસ ઘાટની વીટી જેનુ વજન ૧.૯૭૦ ગ્રામ જેના બિલ મુજબની કિંમત ૨૦, ૧૨૪/- રૂપીયા તથા ચાંદીની લક્કી જેના બન્ને નાકે અંગ્રેજીમા BBC લખેલ સાકળ ટાઇપની લક્કી જેનો ૧૨૫ ગ્રામ વજનની જેની બીલ મુજબ કિ.રૂ-૧૪,૮૬૭/- તથા રોકડા રૂપીયા ૩૦,૭૦૦/-હતા નહી. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…..
