કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગ્રાહકહિતનું રક્ષણ કરતો તોલમાપ કાયદો

દરેક વેપારી/દુકાનદાર દ્વારા તોલમાપ સાધનો પ્રમાણીત કરાવવા ફરજીયાત

છાપેલી એમ.આર.પી. કરતાં વધારે ભાવ લેવો તે કાયદેસર ગુનો બને છે

કોઇ ફરિયાદ હોય તો જીલ્‍લા અને તાલુકા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર ગોઠવવામાં આવેલ છે. જ્યાં તે ફરીયાદ કરી શકે છે તેમજ હેલ્‍પલાઇન નંબર ઉપર પણ પોતાની ફરીયાદ નોંધાવી શકે છે
વાંકાનેર માટે નજીકના વિસ્તારમાં આવેલ મદદનીશ નિયંત્રકશ્રીના ફોન: ૦૨૮૧-૨૫૭૭૨૮૪ મો: ૯૮૨૫૩૮૯૯૯૧

રાજ્યમાં નાગરીકો જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓની ખરીદ-વેચાણના વ્‍યવહારો માટે તોલમાપના સાધનોનો વ્‍યાપક રીતે ઉપયોગ કરે છે. આવા તોલમાપના સાધનો યોગ્‍ય રીતે ચકાસીને પ્રમાણીત થાય તો ગ્રાહકોને પ્રમાણીક રીતે ખરીદ-વેચાણના વ્‍યવહારોમાં લાભ થશે, તેમજ તેઓના ગ્રાહક તરીકેના હિતોનું રક્ષણ થશે. આમ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન કચેરી, તોલમાપ બાબતે ગ્રાહકોના હિત સચવાય તેની જવાબદારી સંભાળે છે..

ઉપરોક્ત ખરીદ-વેચાણ ના વ્‍યવહારોના યોગ્‍ય રીતે નિયમન માટે ભારત સરકારના ડીપાર્ટમેન્‍ટ ઓફ કન્‍ઝયુમર્સ એફેર્સ, (Ministry of Food, Public Distribution & Consumer Affairs) ન્‍યુ દિલ્‍હીએ ધી લીગલ મેટ્રોલોજી એક્ટ, ૨૦૦૯ નું ઘડતર કરેલ છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા કાનુની માપ વિજ્ઞાન ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૧૧ અમલમાં મુકેલ છે. આ સિવાય અન્‍ય આનુસાંગિક કાયદાઓ / નિયમો પણ અમલમાં છે.

તોલમાપ સાધનોના વપરાશકર્તાઓ (વેપારીઓ/ટ્રેડર્સ)
ગુજરાતની અંદર લગભગ ૩ લાખથી વધારે છુટક તથા જથ્‍થાબંધ વેપારીઓ આવેલા છે. દરેક વેપારી-ટ્રેડર પાસે વિવિધ પ્રકારના તોલમાપના સાધનો હોય છે. જે દર વર્ષે અથવા બે વર્ષે પોતાના વિસ્‍તારના તોલમાપ નિરીક્ષક પાસે જરૂરી ચકાસણી મુદ્રાંકન ફી ભરી પ્રમાણીત કરાવવાના હોય છે. વેપારી સ્‍વયં પોતાના તોલમાપના સાધનો સીધા જ તોલમાપ નિરીક્ષકને અથવા સરકાર માન્‍ય દુરસ્‍તીકાર પરવાનેદાર દ્વારા રજુ કરી શકે છે. આવા તોલમાપના વિશાળ સંખ્‍યામાં આવેલા વિવિધ પ્રકારના સાધનોને સમયસર પ્રમાણીત કરવાની કામગીરી માટે કાનુનીમાપ વિજ્ઞાન, ગુજરાત રાજ્ય હસ્‍ત્‍ક જીલ્‍લા અને તાલુકા કક્ષાએ વ્‍યવસ્‍થા તંત્ર ગોઠવવામાં આવેલ છે. કોઇપણ વેપારીને નવા તોલમાપના સાધનો ખરીદ કરવાના થાય તો જીલ્‍લાવાર ઉત્‍પાદકો તેમજ વિક્રેતાઓની યાદીમાંથી પોતાની પસંદગીના સાધનો ખરીદી શકે છે.

પેકેજડ સ્‍વરૂપે મળતી ચીજવસ્‍તુઓની નિયમન
બજાર વ્‍યવસ્‍થામાં હરીફાઇ હોવાથી ઉત્‍પાદકો પોતે પોતાની બ્રાન્‍ડ નેમ હેઠળ ચીજ વસ્‍તુઓનું પેકેજડ કોમોડીટી તરીકેનું વેચાણ કરવા પ્રેરાય છે. આવા સંજોગોમાં બજારમાં પેકેજડ કોમોડીટીઝના ખરીદ-વેચાણના વ્‍યવહારોમાં ગ્રાહકોના હિતોની જાળવણી અને રક્ષણ થાય તે માટે ભારત સરકારે પેકેજડ કોમોડીટી રૂલ્‍સ અમલમાં મુકેલ છે. આમ કોઇપણ વસ્‍તુનું ગ્રાહકની ગેરહાજરીમાં પેકીંગ થાય તો તે પેકેજડ કોમોડીટી તરીકે ઓળખાય છે. જીવન જરૂરીયાતની લગભગ બધી જ વસ્‍તુઓ હાલ પેકેજના સ્‍વરૂપમાં બજારમાં ઉપ્‍લબ્‍ધ છે.

રાજ્ય કક્ષાએ લીગલ મેટ્રોલોજી એકટ તેમજ પેકેજીંગ કોમોડીટી રૂલ્‍સ – ૨૦૧૧ નો અમલ ગુજરાત રાજ્યે અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ નિયંત્રકશ્રી, કાનુનીમાપ વિજ્ઞાનને સોંપવામાં આવેલ છે. આ કાયદા હેઠળ દરેક પેકેજડ કોમોડીટીના પેકેજ/રેપર/ટીન ઉપર સામાન્‍ય રીતે નિયમ-૬ હેઠળ પાંચ નિર્દેશનો દર્શાવવા ફરજીયાત છે. વધુમાં કોઇપણ પેકેજ ઉપર ઉત્‍પાદક દ્વારા છાપેલી એમ.આર.પી. કરતાં વધારે ભાવ લેવો તે કાયદેસર ગુનો બને છે.

તકેદારી વ્‍યવસ્‍થા તંત્ર
કાનુનીમાપ કોમોડીટીને લગતી વિવિધ પ્રકારની તોલમાપમાં ગેરરીતિને લગતી તથા પેકેજડ કોમોડીટીને લગતી વિવિધ ફરીયાદોની તપાસ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. સામાન્‍ય રીતે પેટ્રોલ/ડીઝલ/કેરોસીનમાં ઓછુ માપ, પેકેજ ઉપર છાપેલ કિંમત કરતાં વધુ ભાવ લેવા બાબત, પેકેજડ ઉપર જરૂરી નિર્દેશનો ન હોવા બાબતની વિવિધ ફરીયાદોનો સમયસર નિકાલ કરવામાં આવે છે. ગ્રાહકોને કોઇપણ પ્રકારે તોલમાપમાં ગેરરીતિ કે પેકેજડ કોમોડીટીમાં કોઇ ફરિયાદ હોય તો જીલ્‍લા અને તાલુકા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર ગોઠવવામાં આવેલ છે. જ્યાં તે ફરીયાદ કરી શકે છે તેમજ હેલ્‍પલાઇન નંબર ઉપર પણ પોતાની ફરીયાદ નોંધાવી શકે છે.. ગેરરીતિ કરતા એકમો સામે વિવિધ પ્રકારના પ્રોસીકયુશન કેસ માટે અલગ અલગ પ્રકારે માંડવાળ ફી નિયત કરવામાં આવેલ છે.

તોલમાપના ઉત્પાદકો, વિક્રેતાઓ અને દુરસ્તીકારો
તોલમાપના સાધનોના ઉત્‍પાદકો, દુરસ્‍તીકારો તથા વિક્રેતાઓએ કાનુની માપ વિજ્ઞાન નિયમો હેઠળ નિયત નમુનામાં અરજી કરી રાજ્ય જીલ્‍લા કક્ષાએ ધોરણસરનો પરવાનો મેળવવાનો થાય છે. તેમજ આવા પરવાનાદારે સમયાંતરે રીટર્ન આપવાના હોય છે તેમજ દરેક પરવાનાદારે કાયદાનુસાર જરૂરી રજીસ્‍ટરો નિભાવવાના હોય છે.

વાંકાનેર માટે

વાંકાનેર માટે નજીકના વિસ્તારમાં આવેલ મદદનીશ નિયંત્રકશ્રીની સંપર્ક માહિતી આ મુજબ છે:
મદદનીશ નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન કચેરી, જેટકો વિદ્યુત સ્ટેશનની બાજુમાં, શિવશક્તિ કોલોની સામે, યુનિવર્સીટી મેઇન રોડ, રાજકોટ ફોન: ૦૨૮૧-૨૫૭૭૨૮૪ મો: ૯૮૨૫૩૮૯૯૯૧ ટોલ ફ્રી નંબર : ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ (ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન)
તોલમાપમાં ગેરરીતિને લગતી તથા પેકેજડ કોમોડીટીને લગતી વિવિધ ફરીયાદો માટે અહીં ક્લીક કરો. https://dcs-dof.gujarat.gov.in/register-complaint.htm ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન નં. ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ છે.

ગ્રાહક સુરક્ષા
ગ્રાહકોના હિતોનું વ્‍યાપક ફલક પર રક્ષણ થાય તે માટે જાહેર જનતાની ભાગીદારી થકી નિયામકશ્રી તોલમાપ અને ગ્રાહક સુરક્ષાનો તંત્ર, ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાને આગળ વધારવા માટે, ગ્રાહકના હિતોના રક્ષણ માટે સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને માન્‍યતા આપે છે તેમજ તેઓને વિવિધ પ્રકારની આર્થિક મદદ પણ કરે છે.

ગ્રાહક સુરક્ષા મંડળો (N.G.O.)
સમગ્ર રાજ્યને આવરી લઇ ગ્રાહક પ્રવૃત્તિને લોકભોગ્‍ય બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ માટે ગ્રાહકોના હિત તેઓની સુરક્ષા માટે કામ કરતાં સ્‍વૈચ્‍છિક મંડળોને ગ્રાહક પ્રવૃત્તિ હાથ ધરવા માટે સરકાર દ્વારા માન્‍યતા તથા નાણાંકીય સહાય આપવામાં આવે છે. રાજ્યમાં હાલમાં પ૬ ગ્રાહક સુરક્ષા મંડળોને માન્‍યતા જીલ્‍લા વાર યાદી તરીકે બતાવવી આપવામાં આવેલ છે. આ મંડળો દ્વારા સ્‍થાનિક કક્ષાએ ગ્રાહકોને તેઓની ફરીયાદ બાબતે માર્ગદર્શન – સલાહ અપાય છે તથા તેઓની ફરીયાદ નિકાલ માટે મદદરૂપ થાય છે. તેમજ ગ્રાહકોમાં તેઓના અધિકાર પરત્‍વે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો, સેમીનાર, પ્રદર્શનનું આયોજન કરી ગ્રાહક પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા મંડળો તેમની પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે મંડળોને સરકારશ્રી દ્વારા તાલુકા કક્ષાના મંડળોને રૂપિયા ૭૫,૦૦૦/- જીલ્‍લા કક્ષાના મંડળોને રૂ. ૧,૦૦,૦૦૦/- અને આઠ મ્‍યુનિ. કોર્પોરેશન વિસ્‍તારના જીલ્‍લા કક્ષાના મંડળને રૂ. ૧,૨૫,૦૦૦/- સુધીની નાણાંકીય સહાય મંજુર કરવામાં આવે છે. દરેક જીલ્‍લા કક્ષાએ ઓછામાં ઓછું ગ્રાહક સુરક્ષા એક મંડળ સ્‍થપાય તે અંગેનો નિર્ણય કરવામાં આવેલ છે.

CAPAG – કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત
ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે ૧૯૮૫ થી કા.પા.ગ.ની રચના ધી પબ્‍લિક ચેરીટેબલ ટ્રસ્‍ટ એકટ-૧૯૫૦ હેઠળ કરેલ છે. આ સંસ્‍થા હાલ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષા કચેરી, બહુમાળી ભવન, સેકટર-૧૧, ગાંઘીનગર ખાતે કાર્યરત છે. કા.પા.ગ. ના ચેરમેન તરીકે અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવશ્રી ફરજ બજાવે છે અને નિયામક તરીકે નિયંત્રકશ્રી, કાનુની માપ વિજ્ઞાન નિયામક, ગ્રાહક બાબતો તરીકે ફરજ બજાવે છે. કા.પા.ગ.ની કારોબારી સમિતિમાં કુલ ૧૨ સભ્‍યો હોય છે. જેમાં સાત-સરકારી સભ્‍યો તથા માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળની ચુંટણીથી નિયુકત થયેલ ૫-બીનસરકારી સભ્‍યો જેમાં ફરજીયાતપણે એક મહિલા સભ્‍યની તેમજ એક આદિવાસી સભ્‍યની જોગવાઇ છે.

ગ્રાહક સલાહકાર કેન્‍દ્ર (C.A.C.)
જીટીઝેડ તથા ભારત સરકારના ગ્રાહક બાબતોનો વિભાગ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રોજેકટના સહયોગથી આ GTZ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્‍દ્રોની સ્‍થાપના કરવામાં આવેલ GTZ is Deusche Geseltschalt for Technische Zusannenarbeit (GTZ). It is a German name meaning in English as German Technical Cooperation.

ગ્રાહક સલાહકાર કેન્‍દ્રોમાં ગ્રાહક સુરક્ષા ને લગતા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા માટે ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહકોના પ્રશ્નો નો ઉકેલ વિષય નિષ્‍ણાતો કરશે આ પ્રોજેકટ અંતર્ગત ગ્રાહક સલાહકાર કેન્‍દ્રો દ્વારા મહિનામાં નકકી કરાયેલ દિવસે વીડિયો કોન્‍ફરન્‍સીંગ થી ઓનલાઇન કામગીરી કરવાની હોય છે. આ નોડલ એજન્‍સી તરીકે ગ્રાહક શિક્ષણ અને સંશોધન સોસાયટી CERC કામગીરી કરે છે.તથા જેનું મોનીટરીંગ તથા માર્ગદર્શન, તાલીમ વિ. પણ CERC દ્વારા થાય છે. આ પ્રોજેકટ હેઠળ હાલમાં કુલ પાંચ ગ્રાહક સલાહકાર કેન્‍દ્રો કામ કરે છે. આ ઉપરાંત ગ્રાહક સલાહકાર કેન્‍દ્ર તરીકે અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ હેઠળ ૧૪ માન્‍યતા પ્રાપ્‍ત ગ્રાહક મંડળો કે જે મંડળ પોતાની મેળે અને કોઇપણ સહાય વગર ગ્રાહક સલાહકાર કેન્‍દ્ર પ્રોજેક્ટમાં સ્‍વેચ્‍છાએ જોડાયેલ છે.. તેઓ જીટીઝેડ પ્રોજેક્ટ અંતર્ગતના સોફટવેરમાં ગ્રાહક ફરીયાદ બાબતે ઓનલાઇન કામગીરી કરે છે.

રાષ્‍ટ્રીય ગ્રાહક દિવસ
ભારત સરકારે ૧૫ મી માર્ચ ના રોજ ‘‘વિશ્વ ગ્રાહક દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’’ તરીકે ઉજવવાનું નકકી કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચ ‘‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’’ તથા ર૪ મી ડીસેમ્‍બરને ‘‘રાષ્‍ટ્રીય ગ્રાહક અધિકાર દીવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ બંને દિવસોની ઉજવણી માટે જીલ્‍લા કક્ષા ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી દિઠ રૂ. ૫,૦૦૦ ની તથા માન્‍ય ગ્રાહક સુરક્ષા મંડળોને દરેકને રૂ. ૧૫,૦૦૦ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષા સેમીનારનું આયોજન કરવામાં આવે છે. તથા જીલ્‍લા કક્ષાએ સરકાર માન્‍ય ગ્રાહક મંડળો પુરવઠાતંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી ગ્રાહક જાગૃતિનો ફેલાવો કરે છે.

રાજ્ય ગ્રાહક કલ્‍યાણ નિધિ
રાજ્યમાં ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ વેગવાન બને અને સરળતાથી થઇ શકે તેમજ કાયમી નાણાકીય સ્‍ત્રોત ઉભું થાય તે હેતુને લક્ષમાં લઇને રાજ્ય ગ્રાહક કલ્‍યાણ નિધિની સ્‍થાપના કરેલ છે. અને તેને વધુ સુદ્દઢ બનાવવા માટે ભારત સરકારની સહાયથી રૂા. ૧૦.૦૦ કરોડનું કોર્પસ ફંડ ઉભુ કરવામાં આવી રહેલ છે. જેમાં ૭૫ ટકા ફાળો એટલે કે રૂા. ૭.૫૦ કરોડ ભારત સરકારનો અને ર૫ ટકા ફાળો એટલે કે ર.૫૦ કરોડ રાજ્ય સરકારનો છે. રાજ્ય સરકાર દ્વારા સદર રકમ ફળવાઇ ગયેલ છે અને આ રકમ પર વ્‍યાજ મળી શકે તે રીતે બેંકમાં ખાતુ ખોલાવીને આ ફાળો જમા કરવાની કામગીરી ચાલુમાં છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!