કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લિંબાળા ધાર પાસે બાઇક ઇકો કારની હડફેટે

ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એકને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર લિંબાળા ધાર પાસે ડબલ સવારી બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ બે પૈકીનાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ઇકો ગાડીના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં આવેલ ગૌશાળા રોડ ઉપર રહેતા ટપુભા મહોબતસિંહ જેઠવા જાતે દરબાર (૬૨) એ હાલમાં ઇકો ગાડી નંબર જીજે ૧૪ ઇ ૭૦૬૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર લિંબાળા ધાર પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એબી ૦૬૮૮ લઈને જતા હતા અને તેમાં પાછળના ભાગે તેનો દીકરો પૃથ્વીરાજ (૩૪) બેઠો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે તેઓના બાઈકને ડિવાઇડરના ખાચાની

જગ્યાએ હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને જમણા પગમાં નળા અને ઢીંચણના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી તથા ડાબા પગના અંગૂઠામાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેઓએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકોના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!