વાંકાનેર તાલુકાના ઓળ ગામે રહેતા એક યુવાનને બાઈક લઈને જતા હતા ત્યારે ભૂંડ આડું આવતા ઇજા થઇ હતી….


જાણવા મળ્યા મુજબ ઓળ ગામે રહેતા વિંઝવાડિયા સહદેવભાઈ દાનાભાઈ (ઉ.૨૩) નામનો યુવાન પાનેલી અને ગીડચ વચ્ચેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ભૂંડળું આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ડાબા હાથમાં ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે…

