વાંકાનેર: તાલુકાના રાતાવીરડા લેન્ડક્રાફકટ સીરામીક સામે રોડ ઉપરથી એક સિરામિક કારખાનાના સુપરવાઈઝર પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫૬૫એએ, ૧૧૬(બી) મુજબનો ગુનો નોંધાયો છે.
મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અના.પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ઘેલાભાઈ ચાવડાએ રાતાવીરડા લેન્ડક્રાફકટ સીરામીક સામે રોડ ઉપર અજયભાઈ નરસીભાઈ વીરાણી જાતે. કોળી ઉ.વ. ૩૦ ધંધો. લેન્ડ ક્રાફકટ સીરામીકમા સુપરવાઈઝર રહે. હાલ લેન્ડક્રાફકટ સીરામીક રાતાવીરડા ગામ પાસે તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે સુલતાનપુર તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાના પેન્ટના નેફામાંથી ઇંગ્લીશ દારુની બોટલ વિદેશી દારૂ બોટલ રોયલ કલાસીક વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ફોર સે લ ઇન રાજસ્થાન ઓન્લી નંગ-૦૧ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરેલ છે.
દારૂ અંગેના ગુન્હા
તીથવાના રોશનબહેન ધીરુભાઈ જખાણીયા અને અરણીટીંબાના પાટિયા પાસે હરણખલી તળાવ જવાના રસ્તેથી શોભનાબેન સવજીભાઈ જખાણીયા દેશી દારૂની કોથળીઓ સાથે પકડાયા છે.
ટ્રાફિક અંગેનો ગુન્હો
હસનપર શક્તિપરાના સુરેશ મનજીભાઇ ચાવડાએ રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ ઉભી રાખતા ગુન્હો નોંધાયો છે.