મકવાણા અને વાટુકિયા કુટુંબો બાખડયા: આઠથી વધુને ઈજા
વાંકાનેર તાલુકાના શેખરડી ગામે ગઈ કાલે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે
તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતા ઇજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે
લઈને આવ્યા હતા અને ત્યાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના શેખરડી ગામે મારામારીનો
બનાવ બન્યો છે જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે તેમજ જે વ્યક્તિઓને મારામારીના આ બનાવની અંદર ઇજા થયેલ હતી તેમાંથી બે વ્યક્તિઓને તીક્ષ્ણ અત્યારના ઘા મારવામાં આવ્યા હોવાથી તેને વધુ સારવાર માટે
વાંકાનેર થી રાજકોટ લઈ જવામાં આવેલ છે જો કે કયા કારણોસર શેખરડી ગામે મકવાણા અને વાટુકિયા પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનેલ છે તેની વિગતો હજુ સામે આવી નથી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભોગ બનેલા વ્યક્તિઓની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી હતી
લપાતો છુપાતો:
અમરસર ફાટક પાસે આવેલી દુકાનોની આસપાસ રાતના અંધારામાં મહાવીરનગર વડિયા વિસ્તારમાં રહેતો સુનિલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરિયા લપાતો છુપાતો પકડાયો છે
દારૂ સાથે:
(1) નવાપરા પંચાસર રોડ પરથી દિનેશ પ્રેમજીભાઈ સરાવાડીયા (2) રાતાવીરડાના બળદેવ ચોથાભાઈ ભવાણીયા અને (3) રાતાવીરડાના જીલા દેવાભાઇ અબાસણીયાની દેશી દારૂ સાથે ધરપકડ
પીધેલ:
(1) મિલ પ્લોટ ચોક ફારુકી મસ્જિદ પાસે રહેતા અકરમ દાઉદભાઈ બદાણી (2) અદેપરના વિરમ ભુપતભાઇ બાવરવા (3) નવાપરા પંચાસર રોડ પરથી દિનેશ પ્રેમજીભાઈ સરાવાડીયા (4) પંચાસરના રાજેશ નરશીભાઈ પનારા (5) રાજગઢના મુન્નાભાઈ જેરામભાઈ અઘેરા અને (6) મેસરીયા નવાપરામાં રહેતા અજીત ઘોઘાભાઈ કોબીયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) વાંકાનેર ગાયત્રી મંદિર પાસે રહેતા ઈરફાન અબ્દુલભાઇ બાનવા (2) સિપાઈ શેરીના ભુપત કાનાભાઇ રાતડીયા (3) મૂળ વાલાસણના ગુલશન પાર્કમાં રહેતા તનવીર અલીભાઈ કડીવાર (3) ભાટિયા સોસાયટીના મકશુદશા કાસમશા શાહમદાર (4) સજનપરના જયદીપ ઉર્ફે મુન્નો કરમણભાઇ ટોળીયા (5) તીથવાના શુભેશ છેલાભાઇ ફાંગલીયા (6) ખીજડિયાના એજાઝએહમદ મહેબુબભાઇ માથકીયા (7) કાનપર ગારિયાના જીવણ કરમશીભાઇ ઝાપડા અને (8) તીથવા કુબા વિસ્તારમાં રહેતા વિજય પ્રવીણભાઈ વિરસોડીયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી