




વાંકાનેરમાં નાળીયેરી ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂના મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે સ્થળ પર આરોપી હાજર મળી ન આવતા તેને ઝડપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે અદેપર ગામની સીમમાં નાળીયેરી ગામ તરફ જવાના રસ્તા પર આરોપી ભુપત ઉર્ફે ભુદર ધરમશીભાઇ વાઘાણીના ખેતરની બાજુમાં આવેલ ખરાબામાં દરોડા પાડ્યા હતા. જ્યાં રૂપિયા ૮૦૦ની કિમતનો દેશી પીવાનો દારૂ બનાવવાનો ૪૦૦ લીટર ઠંડો આથો મળી આવ્યો હતો. જયારે રેઇડ દરમિયાન આરોપી ભુપત મળી આવ્યો ન હતો. જેથી પોલીસે પ્રોહિ.કલમ-૬૫(એફ) મુજબ ગુનો દાખલ કરી આરોપી ભુપતને કાયદાના સકંજામાં લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.