જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર ખાતે સીડીપીઓનું નવું મકાન બનનાર છે અને આ માટેનું ટેન્ડર પણ બહાર પડેલ છે.
આ માટેની ગ્રાન્ટનું હેડ I.C.D.S. ગ્રાન્ટ છે. ટેન્ડર માર્ગ અને મકાન વિભાગ-RBD એ C.D.P.O.નું બાંધકામ નામથી પ્રકાશિત કર્યું છે. આ ટેન્ડર સબમિટ કરવાની તારીખ 08-05-2023 છે. બિડર સંપૂર્ણ ટેન્ડર વિગતો મેળવી શકે છે અને દસ્તાવેજ ડાઉનલોડ કરી શકે છે.
આ કામ પાછળ અંદાજિત રૂપિયા 37.48 લાખ /-ની રકમ ખર્ચાશે.