લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો
વાંકાનેર: અહીંના વેલનાથપરામાં દિવાનપરા મેઈન રોડ પર ગઈ રાત્રે સર્કિટ કેબલમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા હોય તે રીતે ભડાકા થયા હતા.



જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સર્કિટ કેબલમાં આગ લાગવાના કારણે આસપાસના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જેથી લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.