ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બોટાદના સવારો સલામત
માતાજીનો માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે અચાનક જોરદાર અવાજ આવતા લોકો મદદ માટે દોડી ગયા હતા
વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ પરથી આજે વહેલી સવારે એક કાર નિચે ખાબકી હતી. કારમાં સવાર તમામ લોકો સલામત રહ્યા હોવાની માહિતી મળેલ છે.




મળેલી માહિતી મુજબ ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ મારુતિ કંપનીની કાર Gj-33 F- 8908 જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ડિવાઇડર સાથે અથડાઈને કાર નિચે ખાબકી હતી. કારમાં મોટું નુકસાન થયું હતું અને ઊંધી પડી હોવા છતાં અંદર સવાર કોઈ લોકોને મોટી ઈજા થઈ નથી. માત્ર ડ્રાઇવરને મોઢા ઉપર થોડી ઇજા છે.
જોધપર ગામમાં માતાજીનો માંડવો હતો અને આ માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે 4:30 વાગ્યે અચાનક જોરદાર અવાજ આવતા લોકો ઓવરબ્રીજ પાસે દોડી ગયા હતા અને જઈને જોતા કાર પુલ ઉપરથી નીચે ઉંધી પડી હોય કારમાંથી લોકોને બહાર કાઢીને માંડવે લઈ ગયા હતા. ચોટીલાના તેમના કોઈ સગાને જાણ કરી હતી અને તેઓ તેમને લેવા આવ્યા હતા. મળેલી માહિતી મુજબ કારમાં સવાર લોકો બોટાદના હતા.