કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જોધપર પાસેથી દેશી દારૂ ભરેલ કાર પકડાઈ

બાઉન્ટ્રી પાસેથી બિયરનો પોણા ત્રણ લાખના જથ્થા સાથે એક પકડાયો

વાંકાનેર: મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસને ખાનગી રાહે મળેલ બાતમી મુજબ, વાંકાનેરના કોઠી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થો ભરી બે કાર પસાર થવાની હોય, જેના આધારે પોલીસે કોઠી ગામ નજીક વોચ ગોઠવતા દેશી દારૂ ભરેલ કાર માટે રેકી કરતી એક બ્રેઝા કાર નં. GJ 36 AJ 9421 ને રોકી આરોપી અજયભાઈ જાદવભાઈ મેર (ઉ.વ. ૨૩, રહે. નાળીયેરી, તા. ચોટીલા) અને હર્ષદભાઈ અનકભાઈ ધાંધલ (ઉ.વ. ૩૪, રહે. જાનીવડલા, તા. ચોટીલા) ને ઝડપી લીધા હતા, જ્યારે આ બ્રેઝા કાર પાછળ આવતી હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર નં. GJ 03 KP 0959 ને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી નાસી જવાનો પ્રયાસ કરતાં કારને જોધપર ગામ

તરફ ચલાવી મુકતાં પોલીસે ખાનગી ગાડીમાં કારનો પીછો કરી જોધપર ગામ ખાતે પહોંચતા કાર ચાલકે પોતાની કાર પોલીસની કાર સાથે અથડાવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસે કારને કોર્ડન કરી બાળ કિશોરને ૫૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો, જ્યારે આ કારમાં સવાર અન્ય આરોપી કીશન ભીખુરામ વાઘાણી (રહે. રાજકોટ) અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે આ બનાવમાં કાયદાનાં સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા બે અન્ય આરોપી સહિત ત્રણેય ઇસમોને દેશી દારૂનો જથ્થો, બે કાર તથા ચાર મોબાઇલ સહિત કુલ રૂ. 12,24,000 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

બાઉન્ટ્રી પાસેથી બિયરનો પોણા ત્રણ લાખના જથ્થા સાથે એક પકડાયો


મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આઇસર ગાડી નંબર GJ-23-AT-3603 વાળી રાજકોટ તરફ આવી રહી છે. આ આઇસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ હોવાનું અને આઇસર ગાડીમાં ચોર ખાનુ બનાવી તેમાં દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રીએ પોલીસ ચોકી પાસે વોચ ગોઠવતા આ આઇસર ગાડી નીકળતા આઇસર ચાલક મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ, ઉ.વ. ૪૨ ધંધો ડ્રાઇવીંગ રહે. કાનોડા તા.જી.બાડમેર (રાજસ્થાન) વાળાને પકડી પૂછપરછ કરતા આઇસરમાંથી દારૂ બિયરનો જથ્થો કાઢી આપ્યો હતો.


વધુમાં પોલીસની પૂછતાછમા દારૂનો આ જથ્થો આરોપી દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવે વાળાએ મોકલ્યો હોવાનું અને રાજકોટમાં રાજુસીંગ નામના આરોપીને આ જથ્થો આપવામાં આવનાર હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે રોયલ સ્ટગ વ્હીસ્કીની ૧૫૯ બોટલ, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ ૧૩૮, રોક વ્હીસ્કીની ૨૮૩ બોટલ, રીઝર્વ7 રેર વ્હીસ્કીની ૯ બોટલ, બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૩૬ બોટલ, કીંગફીશર પ્રીમીયમ બીયર ટીન નંગ-૪૮ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦ નો મુદામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!