એલ.સી.બી.ના દરોડામાં કુલ રૂ. ૫,૧૧,૪૨૦ નો મુદામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાંથી હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ કારમાં રાખેલો ઈંગ્લીશ દારૂની બોટલોના જથ્થો મોરબી એલ.સી.બી. ની ટીમે પકડી પાડેલ છે…પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી એમ.પી.પંડ્યાને બાતમી મળેલ કે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રુથ્વીરાજસિંહ નરેંદ્રસિંહ ઝાલાની સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ ગાડી કે જે કોઠારીયા
ગામમાં આવેલ કાળા કુવાની સામેની શેરીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ કરી છે, તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે, સદરહુ સ્થળે એલ.સી.બી. સ્ટાફે આવી જોતા અનલોક ગાડી રજી નં જી જે ૩૬ એ૮૨૬૯ માં પુઠાના બોકસમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની નાની મોટી કાચની કંપની સીલપેક કુલ બોટલો નંગ ૨૬૪ કિંમત રૂ. ૧,૦૧,૮૨૦ તથા બિયર ટીન નંગ ૯૬ કિંમત રૂ. ૯,૬૦૦ હતી…
એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની બોટલો અને હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ રજી નં જી જે ૩૬ એલ ૮૨૬૯ કિંમત રૂ ૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ ૫,૧૧,૪૨૦ નો મુદામાલ કબ્જે કરેલ છે. આરોપી હાજર મળી આવેલ નથી. એલ.સી.બી.એ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૯૮(૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે. દરોડો અનાર્મ પોલીસ હેડ કોન્સ. એલ.સી.બી. મોરબી નિરવભાઈ માવજીભાઈ મકવાણા, એલ.સી.બી. મોરબીના પો. કોન્સ. દશરથસિંહ ગગુભા પરમાર તથા ભાવેશભાઈ માવાભાઈ મિયાત્રા દ્વારા પાડવામાં આવ્યો હતો.